10.8 C
New York
Saturday, December 14, 2024

શરદી થાય ત્યારે ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ નહીતર થશે મોટું નુકસાન

ભૂલથી પણ પણ શરદીમાં ન ખાશો આ આ વસ્તુઓ નહીતર થશે મોટું નુકસાન અચાનક સિઝન બદલાતા આપણું શરીર જલ્દીથી નવા વાતાવરણમાં આવતા થોડો સમય લે આવા સમયે શરદી – ઉધરસ જેવા રોગ વકરવા લાગે છે . ઠંડી લાગે એટલે આપણે સામાન્ય રીતે કેટલીક વસ્તુઓનો ઉપયોગ શરૂ કરવા લાગીએ છીએ જેનાથી ફાયદો થવાના બદલે નુકસાન થાય છે . દૂધ દૂધ એ કેલ્શિયમનો યોગ્ય સ્ત્રોત છે . તેના સેવનથી શરીર સ્નાયુઓ અને હાડકાંમાં હૂંફ અને શક્તિ મેળવે છે પરંતુ શિયાળામાં તે પીવાથી ગળાની સમસ્યા થઈ શકે છે . દૂધની અસર ઠંડી છે , એટલેક દૂધ પીવાથી કફ અને શ્વાન સમસ્યાઓનું જોખમ વધે છે.આથી નવશેકુ કે પછી મસાલાવાળુ દૂધ પીવું સાદુ દૂધ નુકસાન કરી શકે . ચા અને કોફીનો વધુ પડતો ઉપયોગ શરીરને ગરમ રાખવા માટે લોકો શિયાળામાં ઘણી વખત કોફી , ચા અને હોટ ચોકલેટનું સેવન કરે છે . પરંતુ તેમાં વધુ ચરબી અને કેફીન હોવાને કારણે વજન વધવા લાગે છે .

ઉપરાંત , શરીર રોગોનો શિકાર બને છે . ઓફ સીઝન ફળોનો ઉપયોગ : યોગ્ય સમયે જમવામાં આવે ત્યારે જ કંઇપણ ફાયદો થાય છે . આવી સ્થિતિમાં ખોટા સમયે ખાવામાં આવેલ પોષક ખોરાક આરોગ્યને નુકસાન પહોંચાડે છે . આ માટે હંમેશા તાજા અને મોસમી ફળ ખાતા રહો . વધારે પ્રમાણમાં ગળ્યું ન ખાશોઃ વધારે પ્રમાણમાં ગળપણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે . સાથે શરીરમાં બેક્ટરીયા વધી જતા બીમારીઓ આવે છે . આથી આદત બદલો અને સુરક્ષીત રહો . શરદી હોય ત્યારે કફ વધે તેવા ખોરાકથી દૂર રહેવું . દહીં – છાશ તાજા ઉપયોગમાં લેવા સ્ટોર કરી રાખેલા પડેલા વાસી ખોરાકનો ઉપયોગ ન કરવો . આપણે ત્યાં મોટેભાગે ગૃહિણીઓ ઠંડુ વધેલુ ફેંકી ન દેવું પડે એટલે ભોજનમાં ઉપયોગ કરતી હોય છે . આનાથી શરીરને નુકસાન થાય છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles