એકવાર શરદી થયા બાદ તરત જ ફરી શરદી થાય તો ? શરદી હોય ત્યારે ઓફીસ જઈ શકાય? ઘરે રહીને શરદીની સારવાર કેવી રીતે કરવી

0

દરેક વ્યક્તિને વર્ષમાં ચારથી પાંચ વખત શરદી થતી હોય છે શરદી થઈ હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લેવાની જરૂર નથી

સમગ્ર શહેરમાં અત્યારે શરદીનો વાવર ચાલી રહ્યો છે . શરદીમાં મેડિકલ સ્ટોર પરથી સીધી દવા લેવાથી શરીરને નુકશાન થઇ શકે છે.  – સામાન્ય રીતે શરદી થાય ત્યારે આપણે મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ જાતે જ ટ્રીટમેન્ટ કરી લેતા હોઇએ છીએ, પણ આ રીત ખોટી છે. આવું કરવાથી શરીરને નુકશાન થઇ શકે છે. સામાન્ય રીતે શરદીમાં એઝીયોમાઈસીન , એન્ટી કોલ્ડ મેડિસીન કે એમોક્સિસિલિન જેવી દવાઓ મેડિક્લે સ્ટોરમાંથી લેવામાં આવે છે પણ એન્ટી કોલ્ડ મેડિસીનનો પ્રોપર ડોઝ લેવામાં ન આવે તો પેનનું પ્રમાણ વધે છે.

આ સાથે શરદીમાં એન્ટીબાયોટિક્સ દવાઓ લેવી જ ન જોઇએ, કારણ કે શરદી એ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે અને એમા એન્ટીબાયોટિક્સ લેવાથી શરીરને નુકશાન જઇ શકે છે . સામાન્ય રીતે દરેક વ્યક્તિને વર્ષમા ચારથી પાંચ વાર શરદી થતી હોય છે , જેનું મુખ્ય કારણ છે વાયરલ ઇન્ફેક્શન , હવામાં રહેલા વાયરસને કારણે શરદીનું ઇન્ફેક્શન થઇ શકે છે .

શરદી ના થાય એવી કોઇ દવાઓ હોતી નથી શરદી ના થાય એવી કોઈ જ દવાઓ શોધાઇ નથી. જો તમને કોઇ એવું કહે કે ફલાણી દવા લેવાથી શરદી થતી નથી તો એ વાત ખોટી છે .

સાજી થયેલી શરદી થઈ હોય તો ઓફિસે જઈ શકાય ? શરદી તરત જ ફરી થાય તો એ ઇન્ફેક્શન નહીં પણ એલર્જી હોય શકે  કે જો સામાન્ય શરદી હોય અને તાવ કે વીકનેસ ના હોય તો બિલ્કુલ ઓફિસે જઇ શકાય પણ જો ગળું દુખતું હોય , તાવ હોય અને કફની સાથે શરીરમાં પણ દુખાવો હોય તો ડોક્ટરને બતાવવું જોઇએ .

એકવાર શરદી થયા બાદ તરત જ ફરી શરદી થાય તો ?  એકવાર શરદી થયા પછી તરત જ ફરી શરદી થાય તો એવું માનવું કે તમને શરદી ઈન્ફેક્શનને કારણે નહીં પણ એલર્જીને કારણે થઈ છે આવું થાય તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઇએ , ઇન્ફેક્શનને કારણે શરદી થઈ હોય તો એકવાર રિકવર થયા પછી એ મહિનાઓ સુધી ફરી થતી નથી

ઘરે રહીને આ રીતે કરી શકાય શરદીની સારવાર : ગરમ પાણીનો નાસ લો, રોજ સવાર – સાંજ હૂંફાળું પાણી પીવો, રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીઓ,   હળદરવાળું દૂધ પીઓ, તાવ આવે તો પેરાસિટેમોલ લો. અત્યારે શરદીનો વાવર ચાલી રહ્યો છે ત્યારે શરદી થઈ હોય તો પ્રિસ્ક્રીપ્શન વિના મેડિકલ સ્ટોર પરથી કૉલ્ડ મેડિસીન કે અન્ય એન્ટીબાયોટિક્સ લેવાનું ટાળો , એનાથી શરીરને નુકશાન થઈ શકે છે

  ખેતરોમાં દવા જ છાંટવામાં આવે છે તો હવે દવા  છંટકાવવાથી મળશે છુટકારો આ  જીવાત મારવાનું મશીન  જે દવા વગર જ જીવજંતુ, માખી, મચ્છર નો ઉપદ્રવ ઘટાડી દેશે આ મશીન મંગાવવા માટે  આ મોબાઈલ નંબર +91 – 9664969599  પર વોટ્સઅપ પણ કરી શકો છો અને આ નંબર પર ફોન પણ કરી શકો છો  ખેડૂતોને એક સમસ્યા ઘણી બધી  પરેશાન કરે છે અને એ છે જીવજંતુઓ, જે પાકને ખુબ જ  નુકશાન પહોંચાડે છે. ખેડૂતો એની પાછળ દર વર્ષે હજારો રૂપિયાનો ખર્ચ કીટનાશક દવા ઓ પાછળ કરે છે અને દવા છંટકાવવા ઘણા કલાકોનો ભોગ આપે છે, આ મશીનનો ઉપયોગ રેસ્ટોરન્ટ, બાગ બગીચા, ગૌ શાળા, ખેતર વગેરે જગ્યા પર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here