શિયાળમાં વારંવાર નાક બંધ થવું, છીંક આવવી, ગળું બળવું, અવાજ બેસી જવો આ બધી સમસ્યાનો ફક્ત એક ઈલાજ

0

શિયાળાનું સરસ પીણું

શિયાળામાં જાહેર બગીચાઓ કે જ્યાં લોકો ચાલવા આવે છે, તેની બહાર આમળા-લીમડો-જ્વારા વગેરેનાં રસ વેચાતા મળે છે અને લોકોમાં તેની માંગ પણ હોય છે. તેનો મૂળ ઉદ્દેશ તો આરોગ્ય સુધારવાનો અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનો જ હોય છે. તો આજે, નિત્ય નિરોગી રહેવા માટે ઘરે જાતે જ બનાવી શકાય એવા એક પીણાની વાત કરવાની છે. તેમાં તુલસીનાં તાજા પાન, લીલું આદું, તાજા મોટા રસવાળા આમળા, લીલી હળદર અને તાજાં ફૂદીનાનાં પાન. આ પાંચ વસ્તુમાંથી અડધો કપ રસ નીકળે. તેટલા પ્રમાણમાં લઈ તેનાં અડધા કપ રસમાં બે ચમચી ચોખ્ખું મધ મેળવીને પી જવું. આ મિશ્રણમાં રહેલ તુલસી, આદુ અને હળદર શરદી, ખાંસી અને શ્વાસનાં દર્દીને ખૂબ રાહત આપશે. ભૂખ ઉઘાડશે, પાચન સુધારશે, કાર્યક્ષમતા વધારશે અને એ બધુ મળીને તમારી ઓલઓવર રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધારશે તો થોડી જહેમત ઉઠાવી આ બધી વસ્તુઓ તાજી લાવીને જાતે જ બનાવેલું પીણું ફક્ત પા કપ જેટલું જ પીશો તો પણ તમારા આરોગ્ય સંબંધી અનેક નાના-મોટા પ્રશ્નોનાં નિકાલ આવી જશે.

ગરમ કપડાં

ઠંડીમાં ગરમ કપડાં પહેરવાથી ઘણી રાહત મળે છે પરંતુ વધારે ગરમ કપડાં પહેરવાને કારણે શરીર ઓવરહીટિંગની સમસ્યાનો શિકાર બને છે. ઠંડી પડવા પર આપણી ઈમ્યુન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ પ્રોડ્યૂસ કરે છે, જે ઈન્ફેક્શન અને બીમારીઓમાં આપણી સુરક્ષા કરે છે જ્યારે બૉડી ઓવરહીટ થવાના કારણે ઈમ્યૂન સિસ્ટમ પોતાનું કામ કરી શકતી નથી.

વધુ ભોજન:

ઠંડીમાં લોકો સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કંઈ પણ ખાવા લાગે છે. ઠંડીથી બચવા શરીરની ઊર્જા વધારે બર્ન થાય છે, જેની ભરપાઈ હોટ ચોકલેટ કે એક્સ્ટ્રા કેલરીવાળા ભોજનથી કરવા લાગીએ પણ માત્ર ફાઈબરવાળા શાકભાજી-ફળો ખાવા જોઈએ. ચા-કોફી શરીરને ગરમ રાખવા માટે સારા છે પણ વધુ પડતું કેફીન નુકસાનકારક છે. દિવસમાં ૨-૩ કપથી વધુ કોફી ના પીવી જોઈએ.

બાફ લેવાનાં ફાયદા :

વારંવાર છીંક આવે, આંખ-નાકમાંથી પાણી નીકળે, માથું દુઃખે, ગળું પકડાય અને અવાજ ભારે થાય, આ બધાંનો સીધો અર્થ એ થાય કે બહારનાં એલર્જન અને વાઇરસ આપણાં શ્વાસપથમા દાખલ થયા છે. તેથી નાકમાંથી મ્યુક્સ સિક્રિએશન વધવા લાગે છે. નાકની પાછળનાં પોલાણવાળા ભાગ ભરાઈ જાય. આ તકલીફને સાઇનસાઇટિસ કહે છે, જેમાં વારંવાર એન્ટીબાયોટિક્સ દવાઓ લેવી હિતાવહ નથી. સર્જિકલ ડ્રેઇનિંગ પણ એનો કાયમી ઉકેલ નથી. આવા વખતે નાક ખોલવાનાં ટીપાં કે બીજા-ત્રીજા ઉપાય કરવાને બદલે ગરમ પાણીનો બાફ કે નાસ ગરમ પાણીનાં કોગળા, શેક વગેરે તાત્કાલિક લાભ આપનારા ઉપાય છે. વ્યસન વળગેલા હોય, વ્યાયામની આદત ન હોય, ડાયાબિટીસ અને હાઈબ્લડપ્રેશર લાગુ પડી ગયા હોય તેની રોગ પ્રતિકારક ક્ષમતા સ્વાભાવિક રીતે જ ઓછી થઈ ગઈ હોય છે. તેથી તેમને ઉપર કહી તે તકલીફ વારંવાર થાય જ છે. સૂંઠ, મરી, પીપર, તુલસી, અડૂસી જેવા ઔષધો પણ જૂની શરદીમાં અક્સીર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here