Sunday, March 26, 2023
Homeહેલ્થ ટીપ્સશિયાળામાં ઉનનાં કપડા પરથી ફંગસ દૂર કરવાના ઉપાય

શિયાળામાં ઉનનાં કપડા પરથી ફંગસ દૂર કરવાના ઉપાય

ઉનનાં કપડા પરથી ફંગસ દૂર કરવાના ઉપાય જરૂર વાંચો અને શેર કરજો

શિયાળામાં ઉનનાં કપડાનો ઉપયોગ વધુ થતો હોય છે. ઘણી વખત ઉનનાં કપડા તેમજ ધાબળા પર ફંગસ લાગેલી જોવા મળે છે. તેથી તેને સાફ કરવા માટે વિષેષ ટિપ્સ અપનાવી પડે છે.

હળવા ડિટર્જન્ટનો ઉપયોગ : ધાબળા અને ઊની વસ્ત્રો પરથી ફંગસ દૂર કરવા માટે હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો. આમ કરવાથી ઊની વસ્ત્રો અને ધાબળા નવા જેવાજ થઇ જશે. આ ઉપરાંત આ વસ્ત્રોને સાફ કરતી વખતે પાણીમાં ફટકડી પણ ભેળવવાથી સારી રીતે સાફ થાય છે.

ગરમ પાણીથી ધોવું જો ધાબળા તેમજ ઉનનાં વસ્ત્રોને : ગરમ પાણીથી ધોઇ શકાતા હોય તો ગરમ પાણીનો જ ઉપયોગ કરવો. તેમના લેબલ પણ આપેલી સૂચનાનું પાલન કરવું. લાંબા સમય સુધી ઉપયોગમાં ન લેવાયેલા આ ધાબળા અને ઉની વસ્ત્રો પણ ફંગસને દૂર કરવા માટે સરકાનો અથવા તો વ્હાઇટ વેનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે. પાણીમાં સરકો અથવા વ્હાઈટ વિનેગર ભેળવીને થોડીવાર તેમાં ધાબળા તેમજ ઊની વસ્ત્રોને પલાળી રાખવાથી ફંગસ તેમજ બેકટેરિયા લાગ્યા – હોય તે દૂર થશે.

તડકામાં સુકવવું : ધાબળા તેમજ જૂના વસ્ત્રોને ધોયા પછી તેમાં ભેજ ન રહી જાય માટે તડકામાં સુકવવું.

વધુ રગડવું નહીં : જ્યારે પણ ધાબળા તેમજ ઊની વસ્ત્રો ધોતા હોઇએ ત્યારે તેને વધુ રગડવા નહીં તેમજ બ્રશનો પણ ઉપયોગ કરવો નહીં.

સિલિકા જેલના પાઉચ સાથે રાખવા ઃ ધાબળા પર ફરી ફંગસ ન લાગે માટે કબાટ અને વોર્ડરોબમાં મુકતી વખતે તેની સાથે સિલિકાજેલના પાઉંચ મુકવા.

શિયાળમાં ગરમ કપડા પહેરીને સુતા હોય તો ચેતી જજો

શિયાળામાં શરીરને ઠંડીથી બચાવવા માટે લોકો ઉનના કપડા પહેરે છે. ઉન ઉષ્માનું વાહક છે અને તેના રેશામાં છુપાયેલ હીટ કંડક્ટર બોડીથી જનરેટ થનારી ગરમીને કપડાની અંદર જ લોક કરી રાખે છે. આજ કારણ છે કે, ઉનના કપડાથી આપણા શરીર પર ઠંડીની કોઈ અસર થતી નથી. મોટા ભાગે આપે જોયું હશે કે, અમુક ઘરોમાં લોકો રાતે ઉનના કપડા પહેરીને સુવે છે. પણ તમે ખબર નહીં હોય કે, રાતના સમયે ઉનના કપડા પહેરવાથી કેટલુ નુકસાન થાય છે. આવો આજે આપને જણાવીએ કે, આવું કરવાથી આપના સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર થઈ શકે છે.

એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઠંડીની સિઝનમાં આપણી રક્તવાહિનીઓ સંકળાઈ જાય છે. ઉનના કપડા પહેરીને રજાઈની અંદર સુવાથી આપણું શરીર ગરમ થાય છે, પણ કેટલીય વાર તેનાથી બેચેની, ગભરાહટ અને લો બ્લડ પ્રેશરની તકલીફ પણ આવી શકે છે. જો આપ ગરમ કપડા પહેરવા માગો છો, તો થર્મોકોટ પહેરી શકો છો.

જો તમારે મજબૂરીમાં ગરમના કપડા પહેરીને સુવાનું થાય તો…આટલું કરો

જો રાતના ઉનના ગરમ કપડા પહેરીને સુવાનું થાય તો, અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. પહેલા સિલ્ક અથવા કોટનના કોઈ કપડા પહેરો અને ત્યાર બાદ તેની ઉપર ઉનના કપડા પહેરો. પણ આવું બહું વધારે જરૂર લાગે તો જ કરવું.

ઉનના મોજા પહેરીને સુવાથી પણ ખતરો થુઈ શકે છે

શરીરને ગરમ રાખવા માટે ઉનને સારી માને છે, તે શરીરમાંથી નિકળતા પરસેવાને સારી રીતે ચૂસી શકતું નથી. એના લીધે તેમાં બેક્ટીરિયા થાય છે અને કેટલીય વાર આના કારણે શરીર પર ફોડલી થાય છે આપણા પગને ગરમ અને શુષ્ક એનવાયરમેંટ વધારે પસંદ હોય છે. કોટનના બનેલા મોજા ખાલી આરામદાયક નહીં, પણ પરસેવાને પણ સરળતાથી ચૂસી લે છે. એટલા માટે લોકોએ ઉનની જગ્યાએ કોટનના મોજા પહેરીને સુવાની સલાહ આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments