આપણા ભારતીયમાં દરેક મસાલા ઔષધીય રીતે ઘણા મહત્વના છે. તેવી જ રીતે મધ અને તજના ઔષધીય ગુણો ઘણા સ્વાસ્થ્યવર્ધક પણ છે તે જોઈએ. કહેવાય છે કે મધ અને તજના પાવડરનું મિશ્રણ ઘણાં રોગો પર ઉપયોગી છે.
શરદીસામાન્ય કે તીવ્ર શરદીથી પીડાતા દર્દીએ એક ચમચો હૂંફાળા મધમાં પા ચમચી તજનો પાવડર મેળવીને ત્રણ દિવસ સુધી રોજ એકવાર સેવન કરવું જોઇએ. આ ઉપચાર શરદી, કફ અને સાયનસાઇટિસ પર ઉપયોગી છે.
દાંતનો દુઃખાવો એક ચમચી તજનો પાવડર અને પાંચ ચમચી મધને મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુઃખના દાંત પર લગાવો. દિવસમાં ત્રણવાર આ રીતે કરવાથી દુઃખાવો દૂર થઇ જશે.
હૃદયરોગ મધ અને તજના પાવડરની પેસ્ટ બનાવીને તેને જામની જેમ બ્રેડ કે રોટલી પર લગાવીને રોજ ખાઓ. આ ઉપચાર કોલસ્ટરોલને નસોમાંથી ઘટાડીને હૃદયને રક્ષણ આપે છે. હાર્ટએટેક આવેલા દર્દીને પણ તે ફરીવારના હુમલાથી બચાવે છે. મધ અને તજનો રોજિંદો ઉપયોગ શ્વાસની તકલીફ અને હૃદયના ધબકારાને નિયમિત બનાવે છે. અમેરિકા અને કેનેડામાં થયેલા સંશોધનો પરથી જાણવા મળ્યું હતું કે ઉંમર વધવા સાથે ઘટી જતી નસો અને ધમનીઓની સ્થિતિસ્થાપકતાને મધ અને તજનું સેવન પુનઃસ્થાપિત કરે છે. નસોની સંકડાશને પણ તે ઠીક કરે છે.
આર્થ્રાઇટીસ એક કપ જેટલાં ગરમ પાણીમાં બે ચમચા મધ અને એક નાની ચમચી તજનો પાવડર મેળવીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવો તીવ્ર આરથ્રાઇટીસ મટી શકે છે. જે ડોકટરોએ આર્થ્રાઇટીસના દર્દીઓને સવારે બ્રેકફાસ્ટ પહેલાં મધ અને તજનું મિશ્રણ આપ્યા હતા. તેઓએ નોંધ્યું હતું કે એક સપ્તાહમાં ચાલીસ ટકા જેટલાં દર્દીઓને અને એક મહિનામાં બધાં જ દર્દીઓને ફાયદો થયો હતો.
મૂત્રાશયના ચેપો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચો મધ અને બે ચમચા તજ-પાવડર ઉમેરીને પીઓ. તે મૂત્રાશયમાંના જંતુઓનો નાશ કરીને ચેપને દૂર કરે છે.
કોલસ્ટ્રોલ સોળ ઔંસ જેટલાં ચા વાળા પાણીમાં (પાણીવાળી ચા) બે ચમચા મધ અને ત્રણ ચમચી તજનો પાવડર મેળવીને કોલેસ્ટરોલના દર્દીને પીવડાવવાથી બે કલાકમાં દસ ટકા જેટલું કોલેસ્ટ્રોલ ઘટયું હતું. સંશોધનોની જર્નલમાં એવું પણ જણાવાયું હતું કે રોજ ખોરાક સાથે મધનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની તકલીફમાં રાહત મળે છે. આર્થાઇટિસથી પીડાતા દર્દીને દિવસમાં ત્રણવાર મધ અને તજ આપવાથી ઘણી રાહત મળે છે.