તકમરીયાની આ ચટણી ખાવાથી આખા વર્ષ દરમિયાન વાઇરલ રોગોથી દુર રાખશે

તકમરીયા….એક આયુર્વેદનાં જાણકાર વડિલ શ્રી એ વર્ષો પહેલાં મને વાત વાત માં કીધું હતું કે તકમરીયા નાં પાન ની ચટણી શ્રાધ્ધ નાં પંદર દિવસ દરમિયાન ખાવાંથી આખું વર્ષ વાઇરલ રોગો થીં બચી શકાય તેવાં એન્ટીવાયરલ ગુણ ધરાવે છે..

ગત વર્ષે આ સમયગાળામાં મારા ઘરમાં બધાં સભ્યોએ આ ચટણી ખાધી હતી અને તે ઉપરાંત મિત્ર સગાંઓ ને પણ આ પાન પહોચાડી ચટણી ખાવાં પ્રેર્યા હતાં..

આ આખાં વર્ષ દરમિયાન વાઇરલ રોગો ધણા ફેલાયા હોવાં છતાં અમારા ઘરમાં કે તે મિત્ર-સગાંઓ નાં ઘરે કોઈ ને કોઈ જ વાયરલ બિમારી આવી નથી તો તે માટે ઇશ્વર નો આભાર માનું છું…

અને આપ સહુ ને અનુરોધ છે કે આ ચટણી જરૂર બનાવી ને આ સમય દરમ્યાન ખાય.. કોઈ નુકસાન નથી…આદુ,મરચાં, કોથમીર, ફુદીનો, મીઠો લીમડો આ પાંચ વસ્તુ યોગ્ય પ્રમાણમાં લઇ આ પાંચેયનાં વજન બરાબર તકમરીયા નાં કુણા પાન લઇ ચટણી બનાવવી ને તેમાં જરૂર મૂજબ મીઠું લીંબુ નાખો એટલે ચટણી તૈયાર.. બહુ સ્વાદિષ્ટ બને છે.તો સ્વાદ ખાતર પણ આ પંદર દિવસ માં પાંચ-છો વાર આ ચટણી ખાવ અને આવતા વર્ષે પાછા કોઈ પોસ્ટ પર મળીશું.. અને કોઈ ને વાયરલ બિમારી આવી નથી ને એ સહુ પાકું કરીશું..

Leave a Comment