કાળી પડેલ ચાંદી અને તાંબા-પિત્તળની ભગવાનની મૂર્તીઓ ચમકાવવાની સરળ રીત

આપને સૌર મંદિરમાં મૂર્તિ ચાંદી-પીતળ અને તાંબાની રાખતા હોય છી આ ભગવાનની મૂર્તિ સમય જતા કાળી પડી જાય છે તેમજ આપણે સૌ પીતળ કે તાંબાના લોટા પણ વાપરતા હોય છીએ તો આ ચાંદી-પીતળ અને તાંબાના વાસણ ચમકાવવા માટે  સરળ ટિપ્સ અહીં જણાવામાં આવી છે.

આમલીના ઉપયોગથી ચાંદી-પીતળ અને તાંબાના વાસણ તેમજ ભગવાનની મૂર્તિ કેવી રીતે સાફ કરશો:આમલી મોટા ભાગે દરેક ભારતીયના ઘરમાં ઉપલબ્ધ હોય છે. આમલીને ૧૫-૨૦ મિનીટ પાણીમાં પલાળીને રાખવી અને પછી તેના પલ્પથી  મૂપ્તિ અને વાસણ પર લગાડી સ્ક્રબથી રગડવું અને ધોઇ નાખવું.

લીંબુ તેમજ બેકિંગ સોડાની મદદથી સાફ કરવા માટે: એક લીંબુના રસમાં બેકિંગ સોડા ભેળવી પેસ્ટ કરીને નાના પાતળા કપડાની સહાયતાથી ભગવાનની મૂર્તી પર લગાડવું. રૂમાલનો પણ ઉપયોગ કરી શકાય. મૂર્તિ તેમજ વાસણ પરની પેસ્ટ સુકાઇ જાય પછી તેને ગરમ પાણીથી ધોઇ નાખવા.

ટૂથપેસ્ટની મદદથી ચાંદી-પીતળ અને તાંબાની ભગવાનની મૂર્તિ ચમકાવવા માટે: ટૂથપેસ્ટને ચાંદીના વાસણ અને મૂર્તિ પર લગાડીને સ્કર્બ કરવું થોડી વાર પછી ધોઇ નાખવું.

વિનેગર ને મીઠુંની મદદથી ચાંદી-પીતળ અને તાંબા ના વાસણ ચમકાવવા માટે :વિનેગર પણ મોટા ભાગના લોકોના ઘરમાં હોય છે. પીતળ એટલે બ્રાસને ચમકીલું કરવા માટે આ મિશ્રણ ઉપયોગી છે. એક કપડાના ટુકડા અથવા રૂમાલ પર વિનેગર લઇને આ પીતળીની ચીજો પર લગાડવું. ત્યાર પછી તેના પર મીઠું રગડીને સ્ક્રબથી ઘસવું અને ગરમ પાણીથી ધોઇ નાખવું. આ મિશ્રણ સાથે લીંબુ પણ સ્ક્રબ કરવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

કેચઅપ મદદથી ચાંદી-પીતળ અને તાંબાની ભગવાનની મૂર્તિ ચમકાવવા માટે: ચાંદીની ચીજ વસ્તુઓ સાફ કરવા માટે કેચઅપનો ઉપયોગ કરવામાં આવે છે. કેચઅપને ચાંદીના વાસણ તેમજ મૂર્તી પર લગાવું અને ૧૫-૨૦ મિનીટ રહેવા જેવું. ત્યાર પછી કપડાથી સ્ક્રબ કરી ધોઇ નાખવું.કપડાના સ્થાને ટૂથબ્રશનો પણ ઉપયોગ કરી શકાય.

લીંબુ-મીઠું મદદથી ચાંદી-પીતળ અને તાંબાની ભગવાનની મૂર્તિ ચમકાવવા માટે: અડધા લીંબુના રસમાં એક ચમચો મીઠું ભેળવી દેવું. આ મિશ્રણને પીતળ અથવા અન્ય ધાતુની મૂર્તિ અને વાસણ પર રગડીને ગરમ પાણીથી ધોઇ નાખવું. નવા જેવા ચમકી ઊઠશે.

લોટ,મીઠું અને સફેદ સરકો મદદથી ચાંદી-પીતળ અને તાંબાની ભગવાનની મૂર્તિ ચમકાવવા માટે: અડધ ોકપ લોટ, અડધો કપ મીઠું અને અડધો કપ સફેદ સરકો ભેળવીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટની એક પાતળી પરત વાસણ તેમજ મૂર્તિઓ પર લગાડવી અને એક કલાક સુધી આમ જ રહેવા દેવું. ત્યાર બાદ પાણીથી ધોઇ નાખવું.

હેન્ડસેનિટાઇઝર મદદથી ચાંદી-પીતળ અને તાંબાની ભગવાનની મૂર્તિ ચમકાવવા માટે:કોવિડ-૧૯ના કારણે હવે ઘરઘરમાં હેન્ડ સેનેટાઇઝર વસાવેલું હોય છે. હેન્ડ સેનેટાઇઝરના થોડા ટીપાં કપડાના એક નાનકડા ટુકડા પર લેવા અને ચાંદીના વાસણ તેમજ મૂર્તિ પર લગાડી રહેવા દેવું. અને પછી ઘસીને ધોઇ નાખવું.

કપડા ધોવાનો સાબુ પાવડર મદદથી ચાંદી-પીતળ અને તાંબાની ભગવાનની મૂર્તિ ચમકાવવા માટે: ચાંદીને ચમકીલી કરવા માટે કપડા ધોવાના પાવડરનો ઉપયોગ લાંબા સમયથી થાય છે. એક તપેલામાં પાણી ઉકાળવું અને તેમાં કપડા ધોવાનો સાબુ પાવડર ભેળવીને ચાંદીની ચીજવસ્તુઓ તેમાં મુકવી થોડી વાર પછી પાણીમાંથી બહાર કાઢીને કપડાતી લુછી નાખવું.

Leave a Comment