દવા વગર લોહીને પાતળું કરવા ફક્ત આટલું કરો ઘટ્ટ લોહી હ્રદય, ફેફસા લોહીના પરિભ્રમણને રોકે છે

0

લોહી પાતળું કરતા પાંચ ફૂડ વિષે આજ આપને ચર્ચા કરશું સામાન્ય રીતે લોહીનું ઘટ્ટ થવું નુકસાનકારક હોતું નથી, પરંતુ આવી પરિસ્થિતિ ત્યારે ખતરનાક થઈ શકે છે જયારે ઘટ્ટ લોહી હ્રદય, ફેફસા કે પછી મસ્તિષ્કમાં લોહીના પરિભ્રમણને રોકવા લાગે અને આના કારણે સ્ટ્રોક કે પછી હાર્ટ એટેક આવી શકે છે. લોહીને ઘટ્ટ થતું રોકવા માટે બ્લડ થીનર્સનો ઉપયોગ કરવામાં પણ આવે છે.

કેટલાક હેલ્થ એક્સપર્ટનું કહે છે કે બ્લડ થીનર્સનો અર્થ એવો છે કે, લોહીને પાતળું કરનાર પદાર્થ. લોહીના ગઠ્ઠાને ભેગા થઈને શરીરના રક્ત સ્ત્રાવથી બચાવવાની રીત છે, જે મોટાભાગના કેસમાં સારું રહે છે અને લોહીને નુકસાનને રોકવામાં મદદ કરે છે અને લોહીને પાતળું કરવામાં મદદ કરે છે…

બ્લડ થીનર્સ નસોમાં અને ધમનીઓમાં રક્ત કોશિકાઓને એકસાથે ચોટાડી રાખવા માટે લોહીને પાતળું કરે છે અને લોહીના ગઠ્ઠાને બનવામાં લાગતા સમયને વધારીને ગઠ્ઠાને જામી જતા અટકાવે છે આમ ઓહી ઘટ્ટ થતું અટકી જાય છે. કેટલીક પરિસ્થિતિઓ જેવી કે, હ્રદયની અનિયમિત ગતિ કે પછી જન્મજાત હ્રદય દોષ સાથે જન્મ લેનાર વ્યક્તિઓને હાર્ટ એટેક કે પછી સ્ટ્રોકનું જોખમમાં ઘટાડો કરવા માટે લોહીને પાતળું કરનાર દવાઓની જરૂરિયાત હોય છે. એટલા માટે એવા લોકો માટે બ્લડ થીનર્સ લેવાની સલાહ આપવામાં આવે છે, જેમની નસોમાં અને ધમનીઓમાં લોહી ઘટ્ટ થાય છે….

દવાઓ સિવાય કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેમાં લોહીને પાતળું કરવાનો ગુણ મળી આવે છે. તેમ છતાં આ ખાદ્ય પદાર્થોનું સેવન ડોક્ટરની સલાહ મુજબ કરવું જોઈએ. આ રીતે આપને દવા વગર લોહીને પાતળું કેવી રીતે કરી શકાય તે માટેની રીત જોશું

1) હળદર : હળદરમાં મુખ્ય તત્વ કરક્યુમીન નામનું એક એંટીકો આગુલંટ ના રૂપમાં કામ કરે છે આ લોહીને પાતળું કરવા માટે કોલેસ્ટ્રોલ અને પ્લાકને હટાવવામાં મદદ કરે છે અને આવી જ રીતે લોહીના ગઠ્ઠાને બનતા અટકાવે છે…

2) આદુ : આદુ બ્લડ ક્લોટિંગને ધીમું ક રી શકે છે અને લોહીના પાતળાપણાને પ્રેરિત કરી શકે છે. આદુમાં રહેલ સૈલીસીલેટ નામનું કુદરતી રસાયણ હાજર હોય છે. જે કેટલાક છોડમાં મળી આવે છે અને લોહીના ગઠ્ઠાને જામવાથી અટકાવવામાં મદદ કરી શકે છે. જયારે લોહીના પાતળા થવાની વાત આવે છે તો આદુ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે અને આની સાથે જ નસોને આરામ આપે છે જો કે, ડોક્ટર દ્વારા આપવામાં આવેલ દવાની તુલનામાં આદુની પ્રભાવશીલતાની તપાસ કરવા મા ટે વધારે અધ્યયનની જરૂરિયાત છે.

3) કેયેન મિર્ચ : કેયેન મિર્ચમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે, જે આપણા શરીરની નસો અને ધમનીઓમાં લોહીના ગઠ્ઠાને જામી જતા અટકાવવામાં મદદ કરે છે. કેયેન મિર્ચમાં લોહીને પાતળું કરવા માટે વધારે પ્રમાણમાં સૈલીસીલેટ રહેલ હોય છે જે આપણા શરીરના બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને બ્લડ પ્રેશરને પણ ઘટાડવામાં મદદ કરે છે…

4) તજ : તજ એક એવો મસાલો છે જે બધા જ ઘરમાં સરળતાથી મળી રહે છે. તજમાં કૌમારીન નામનું એક યૌગિક મળી આવે છે, જે લોહીને પાતળા કરવાનો ગુણ ધરાવે છે. તજના સેવનથી આખા શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર થાય છે. વધારે પ્રમાણમાં કૌમારીનનો ઉપયોગ કરવાથી આપના શરીરમાં લીવરને પ્રભવિત કરી શકે છે અને લીવરને હાનિ પહોચાડી શકે છે. એટલા માટે આપે તજનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે.

5) લસણ : લસણ શરીરમાં મુક્ત કણોને મારવામાં મદદ કરે છે અને આવી રીતે કોશિકાઓને થતા નુકસાનને અટકાવે છે. લસણ શરીરમાં પ્લેટલેટ કાઉન્ટને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. લોહીને પાતળા કરવાની સાથે જ લસણની મદદથી શરીરના બ્લડ સર્ક્યુલેશન સુધારવા માટે પણ જાણવામાં આવે છે. લસણને એંટીથ્રોમ્બેટીક ગતિવિધિઓ માટે ઓળખવામાં આવે છે, એટલે કે, એંટી થ્રોમ્બેટિક એંજટ લોજીના ગઠ્ઠાને ઓછા જમા થવામાં મદદ કરી શકે છે….

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here