તમે ક્યારેય ન સાંભળી હોય એવી દરરોજ કામમાં આવે એવી 25 + કિચન ટીપ્સ અને હેલ્થ ટિપ્સ

0

દાંત ની આયુર્વેદિક દવા :

દાંત માં દુખાવો | મોમાંથી દુર્ગંધ:

લોકોને ઘણીવાર ગળીયું ખાવાથી દાંતમાં દુખાવો થાય છે જો તમે દાંતના દુખાવાથી છુટકારો મેળવવામાં માંગો છો અને દાંત દુખતો હોય તો ગરમ પાણીમાં ફટકડી નાખીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે. દુ:ખતા દાંત પર મીઠું ઘસવાથી રાહત થાય છે. દાંતના પોલાણમાં મીઠું પણ ભરી શકાય. ફૂદીનો એક ઉત્તમ માઉથ વોશ છે. ભોજન પછી થોડા પાંદડા ચાવી જવાથી શ્વાસમાંની દુર્ગંધ દૂર થાય છે. બે-ત્રણ સુકા અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે તેમજ દમમાં પણ રાહત થાય છે. ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મેટ છે.

પાચનશક્તિ વધારવા | ગળું બેસું જવું

જો તમને ભૂખ ઓછી લાગે છે કે ભૂખ લગતી નથી કે પછી ખાધેલું પચતું નથી ક પચવામાં વાર લાગે છે તો પાચનશક્તિ સુધારવા અને નિયમિત ભૂખ લાગે તે માટે બેસ્ટ છે તુલસી પાન વાટેલા તુલસીના પાન ચાટવાથી પાચનશક્તિ વધે છે. જેથી ભૂખ નિયમિત લાગે છે. ગરમ પાણીમાં હીંગ ભેળવી પીવાથી ગળું બેસી ગયું હોોય તો તે મટે છે.

તળેલ વાનગી તળિયે ચોંટે નહિ એ માટે

ઘણી વખતે વાનગી તળતી વખતે તેલ તળિયે ચોંટી જાય છે અને તળિયું બળી જાય છે તળતા પહેલાં તેલમાં ચપટી મીઠું નાખવાથી તેલ એમાં ચોંટશે નહીં અને વાનગી સહેલાઇથી નીકળી જશે.

ચાંદીને ચકચકિત કરવા માટે: ચાંદીને સિગારેટની રાખથી ઘસવાથી ચકચકિત થાય છે.

સરગવાનું શાક રસદાર બનાવવા માટે :

સરગવાની શીંગનું ચણાના લોટવાળું શાક કરવું હોય તો ચણાના લોટને તેલમાં શેકવો અને શાક બનાવતી વખતે ઠંડા પાણીના સ્થાને ગરમ પાણી નાખવું. જેથી લોટનો લચકો ન થતાં રસાદાર રહેશે. ઘરમાં તાજો રંગ કર્યો હોય અને રંગની વાસ દૂર કરવા એક પ્લેટમાં કાંદા સમારી અને રૂમ વચ્ચે થોડીવાર રાખી મુકવાથી કલરની વાસ દૂર થશે.

કબજિયાત અને લાગેલા ઘા મટાડવા :

રાતે સૂતી વખતે ત્રણ-ચાર તોલા જેટલા શેકેલા ચણા ખાઇ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે. તુલસીના વાટેલા પાન ઘા-જખમ પર બાંધવાથી ઘા રૂઝાઇ જાય છે. ગરમ દૂધ સાથે એક-બે ચમચી દીવેલ પીવાથી હરસની પીટા મટે છે.

ખૂબ પાકી ગયેલા પપૈયાને છોલી,છુંદી તેની માલીસ ચહેરા પર કરવી, પંદર-મીનીટ પછી સુકાઇ જાય એટલે ચહેરો ધોઇ જાડા ટુવાલ વડે ઘસીને લૂછવો અને તરત જ કોપરેલ લગાડવું. એક અઠવાડિયું કરવાથી ચહેરા પરના ખીલ,ડાઘ મટે છે તેમજ કરચલી અને કાળાશ પણ દૂર થાય છે. થર્મોસમાંથી ગંધ દૂર કરવા તેમાં પાણી ભરી બે ચમચા સોડા ભેળવી થોડી વાર રહેવા દઇ ધોઇ નાખવાથી વાસ જતી રહેશે. લીંબુને થોડા દિવસ તાજા રાખવા પાણીમાં રાખવા અને રોજ પાણી બદલવું.

શરીરમાં આવતી ખંજવાળ દુર કરવા માટે

ઠંડા પાણીમાં આંગળીના ટેરવા બોળી વાળમાં માલિશ કરવું. જેથી માથામાં ઠંડક મળશે. ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીરે માલિસ કરી, અડધા કલાક બાદ સ્નાન કરવાથી ખુજલીમાં રાહત થાય છે

ટમેટાની છાલ સરળતાથી ઉતારવા માટે |

રેફ્રિજરેટરમાંથી ટામેટાને બહાર કાઢ્યા પછી ગરમ પાણીમાં રાખવાથી ટામેટાની છાલ નરમ થઇ જશે અને તેને છોલવામાં સરળતા પડશે. ગુંદર સુકાવા લાગે તો તેમાં થોડા ટીપાં સરકો નાખી દેવાથી ગુંદર વાપરવા લાયક બને છે.
બે-ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઊતરે છે. કોઇ પણ ઝેરી જીવજંતુ કરડયું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ પર ઘસવાથી ઝેરની અસર ઊતરે છે. શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી ફાયદો થાય છે. ચણાના લોટના ઢોકળા બનાવતી વખતે તેમાં લીંબુના ફૂલ ન નાખવા હોય તો લીંબુનો રસ અથવા લેમન ફ્રુટ સોલ્ટ નાખવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here