બુધવારની સ્પેશીયલ રેસીપી નોંધી લો

0

દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ

બુધવારે સવારે બનાવવાનો નાસ્તો: મેથી અને લસણીયો વધારેલ બાજરાનો રોટલો(રોટલો સાંજે બનાવેલ વધ્યો હોય તો તે વાપરવો) : વઘારેલ રોટલો બનાવવા માટે જરૂરી સામગ્રી:

  •  બાજરી નો રોટલો
  •  બાઉલ સમારેલી મેથી
  • ૨ ટેબલસ્પૂન સમારેલા લસણ મરચાં
  • ૧.૫ ટી ચમચી રાઈ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧ ટી સ્પૂન તલ
  • ચપટી હીંગ
  • મીઠો લીમડો
  • ૫ ટેબલસ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન લાલ મરચું
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧/૨ ટી સ્પૂન ધાણાજીરું
  • ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૩ ટી સ્પૂન દળેલી ખાંડ
  • કોથમીર ગાર્નિશીંગ માટે
  • ૨ ટેબલસ્પૂન પાણી
  • મીઠું સ્વાદ અનુસાર

મેથી અને લસણીયો વધારેલ બાજરાનો રોટલો બનાવવાની રીત:  સૌપ્રથમ બાજરીના રોટલા ને બરાબર મસળીને ઝીણો ભૂક્કો કરી લેવો.  હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલગરમ થાય પછી એમાં રાઈ ઉમેરો પછી જીરું,તલ,હિંગ ઉમેરી કાપેલા લસણ અને મરચા ઉમેરો.  લસણ-મરચા એક મિનિટ સાંતળો પછી તેમાં મેથી ઉમેરો. મેથીને બરાબર સાંતળી લો મેથી સંતળાઈ જાય પછી એમાં બધા મસાલા મરચું,મીઠું,હળદર અને ગરમ મસાલો ઉમેરો. મસાલા ને 1/2મિનિટ માટે સાંતળો પછી એમાં ભૂકો કરેલો રોટલો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો પછી એમાં 3 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો હવે એમાં બે ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરો અને બરાબર હલાવીને ઢાંકીને એક મિનિટ માટે ચઢવા દો. ગરમા ગરમ રોટલા ને ચા સાથે સર્વ કરો. આ રોટલો ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો ખાવાની ખુબ મજા પડી જાય છે. શિયાળા બાજરો ખાવાના અનેક ગના ફાયદા છે જે આપને કોઈ જાણતા નથી

બુધવારે બપોરે બનાવવાનું ભોજન: ડ્રાયફ્રુટ પૂરણપોળી બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  • પૂરણ માટે: 1 કપ ચણાની દાળ ધોઈને પલાળેલી
  • 1 કપ ખાંડ
  • 2 મોટી ચમચી ડ્રાય ફ્રૂટ્સ પાઉડર (સમાન પ્રમાણમાં કાજુ, પીસ્તા, બદામ અને અખરોટ લેવાં)
  • 1 મોટી ચમચી ખસ ખસ
  • 1 મોટી ચમચી વળયારી નો પાઉડર
  • 1/4 નાની ચમચી કેસર નાં તાંતણા
  • 1/2 નાની ચમચી ઇલાયચી પાઉડર
  • 1/2 નાની ચમચી જાયફળ પાઉડર
  • જરૂર મુજબ ઘી શેકવા માટે અને સાથે પીરસવા માટે
  • કણક માટે:  1 કપ ઘઉં નો લોટ
  • 1 મોટી ચમચી તેલ મોયણ માટે
  • જરૂર મુજબ પાણી કણક બાંધવા માટે

ડ્રાયફ્રુટ પૂરણપોળી બનાવવા માટેની રીત:  કણક માટે: કણક માટે ઘઉંનો લોટ અને તેલ એક પરાત માં લઇ લો. જરૂર મુજબ પાણી વાપરીને નરમ કણક બાંધી લો. તૈયાર કણક ને ઢાંકી ને થોડી વાર માટે બાજુમાં મૂકી દો. પૂરણ માટે: ચણા ની દાળ ને એક પ્રેશર પેન માં લઇ લો અને દાળ ડૂબે એટલુંજ પાણી ઉમેરો. પેન ઢાંકીને બે સીટી વગાડી ગૅસ ધીમો કરીને 15 મિનીટ થવા દો. હવે પેન ઠંડુ થાય પછી દાળ માં પાણી વધીયું હોઈ તો કાઢી લો. ચણા ની દાળ મિક્સચર માં પીસી લો. એક નોન સ્ટીક પેન માં પીસેલી દાળ કાઢી લો અને ગૅસ ચાલુ કરો. વધારાનું પાણી બળી જાય ત્યા સુધી ગૅસ પાર ધીમા તાપે થવા દો. વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહેવું.  પાણી બળી જાય ત્યારે ખાંડ ઉમેરી દો અને મિશ્રણ ભેગું થવા લાગે ત્યારે બીજી બધી પૂરણ સામગ્રીઓ ઉમેરી દો. બરાબર મિલાવી લો અને પછી ગૅસ બંધ કરી દો. જે ચમચા થી તમે હલાવતા હો મિશ્રણ ને જો આ ઊભો રહી જાય ત્યારે પૂરણ તૈયાર થઈ ગયું. મિશ્રણ ને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય ત્યારે કણક બાંધી લેવી.  હવે પૂરણ અને કણક ના એક સરખા ગોળા વળી લો. કણક ના ગોળા માંથી થોડી નાની રોટલી વણવી. હવે તેમાં પૂરણ નો ગોળો મુકવો. બધી બાજુથી પૂરણ નો ગોળો કવર કરી લો અને થોડું હાથે થી દબાવીને પૂરણ પોળી વણી લો. હવે ગરમ તવી ઉપર પૂરણ પોળી ને બેવ બાજુએ ઘી મૂકીને શેકી લો. આવી જ રીતે બીજી બધી પૂરણ પોળી પણ તૈયાર કરી લો. તૈયાર પૂરણ પોળી ને ઘી સાથે પીરસો.

બુધવારે સાંજે બનાવવાનું ભોજન: સાંજના ભોજનમાં બનાવો સુરતી ભેલ : સુરતી ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી: 

  • ભેળ એસ્સેમ્બ્લ કરવાના ઘટકો :-
  • 5-7 નંગ ભેળ ની પાપડી
  • 1/4 કપ બાફેલા દેસી ચણા
  • 1 નંગ ટામેટું જીણું સમારેલું
  • 1 નંગ ડુંગળી જીની સમારેલી
  • 2 નંગ બાફેલા બટાકા
  • 2 ટેબલ સ્પૂન લીલી કોથમીર
  • 1/2 ટી લાલ મરચું પાઉડર
  • 1/2 ટી સ્પૂન મીઠું
  • 1/2 ટી ચાટ મસાલો
  • 1/4 કપ મસાલા તીખી બૂંદી
  • 1/4 કપ બેસન ની જીની સેવ
  • 1/2 કપ કાચી કેરી જીની સમારેલી
  • મમરા ના વઘાર ના ઘટકો :– 3 કપ મમરા
  • 1 ટેબલ સ્પૂન તેલ
  • 1/4 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  • 1/4 ટી સ્પૂન હળદર પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ટી સ્પૂન આમચૂર પાઉડર
  • 1/2 કપ દેસી ચણા બાફેલા(2કપપાણી,1ટેબલ સ્પૂન મીઠું,1/4 ટી સ્પૂન હળદર
  • ગાર્નિશ માટે — તીખી મસાલા બૂંદી
  • બેસન ની જીની સેવ
  • લીલી કોથમીર ના પાન
  • દાડમ ના દાણા
  • ટુકડા કાચી કેરી ના
  • જીની સમારેલી ડુંગળી
  • ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  • લીલી કોથમીર ની ચટણી જરુર મુજબ

સુરતી ભેળ બનાવવા માટેની રીત:  સૌ પ્રથમ દેસી ચણા ને 5 થી 6 કલાક પલાળી ને કૂકર માં પાણી, મીઠું અને હળદર પાઉડર ઉમેરી મીડીયમ ગેસ ની આંચ પર 4 થી 5 સિટી વગાડી બાફી લો. અને બટાકા પણ બાફી લો. ત્યાર બાદ હવે મમરા વઘારિશું. એની માટે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, મીઠું અને મમરા ઉમેરી ધીમા ગેસ ની આંચ પર વઘારી લો. હવે ગેસ બંધ કરી તેમાં આમચૂર પાઉડર, મસાલા તીખી બૂંદી અને બેસન ની જીની સેવ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આપણે ભેળ તૈયાર કરીશું. એની માટે એક મોટા ઊંડા વાસણ મા વઘારેલા મમરા ઉમેરી તેમાં ભેળ પાપડી, બાફેલા દેસી ચણા, ઝીણા સમારેલા ટામેટા, જીની સમારેલી ડુંગળી, બાફેલા બટાકા ના નાના ટુકડા, લીલી કોથમીર ના પાન, લાલ મરચું પાઉડર, મીઠું, ચાટ મસાલો, મસાલા તીખી બૂંદી, બેસન ની જીની સેવ અને કાચી કેરી ના ટુકડા ઉમેરી ઉપરથી ખજૂર આમલીની મીઠી ચટણી અને કોથમીર ની લીલી ચટણી ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરી લો. ને આ ભેળ ને સર્વીગ પ્લેટ માં કાઢી લો. હવે આપણી ચટપટી ને સ્પાઈસી સુરતી ભેળ તૈયાર છે સર્વ કરવા માટે. આ ભેળ ને ઉપરથી મસાલા તીખી બુંદી, જીની સેવ, લીલી કોથમીર ના પાન, દાડમ ના દાણા, કાચી કેરી ના ટુકડા અને જીની સમારેલી ડુંગળી સ્પ્રિંકલ કરી ગાર્નિશ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here