..ટાઈફોઈડની બે પ્રકારની રસી મુકાવવાનું હોય છે . આ ઇજેક્શનની અસર ત્રણ વર્ષ સુધી જળવાઈ રહે છે . ત્યારબાદ દર ત્રણ વર્ષે એક ઇજેક્શન , ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી મુકાવવું બાળકને ભૂતકાળમાં ટાઈફોઈડ થઈ ગયો હોય તો પણ આ રસી મુકાવી શકાય . • ધનુરની રસી ( T . T . ) : બાળકને આપવામાં આવતી ત્રિગુણી રસીમાં ધનુરની રસીનો સમાવેશ થાય છે . ત્રિગુણી રસીનાં ઇજેક્શનો યોગ્ય સમયાનુસાર આપવામાં આવ્યાં હોય તો જિંદગીનાં પ્રથમ દસ વર્ષ સુધી . નાનીમોટી ઇજાઓથી ધનુર થવાનો ભય ન રાખવો . • ત્રિગુણી સ્વરૂપે . પ્રાથમિક રસીકરણ અને બૂસ્ટર ડોઝ અપાવ્યા બાદ આજકાલ ધનુરની રસી ( T . T . ) ને બદલે Tdap અને To અપાવવાની સલાહ આપવામાં આવે Tdap અને Td : રસી Tdap રસી એટલે ત્રિગુણી રસીના ઉટાટિયા પ્રતિરોધક ઘટકમાં સહેતુક ફેરફાર કરી તૈયાર…કરાયેલ , કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં આપવાની આડઅસર વગરની નિર્દોષ ત્રિગુણી રસી . રસી જૂની ત્રિગુણી રસીના વિકલ્ય વાપરવાની રસી નથી . બાળકને પાંચ વર્ષની ઉંમરે ત્રિગુણી રસીનો બીજો બૂસ્ટર ડોઝ અપાવવાનો હોય છે . આ ડોઝ અપાવવાનું ચૂકી જવાય અને બીજાં બે વર્ષ પણ વીતી જાય તો સાત વર્ષની ઉંમરે ત્રિગુણી આપવી જોખમકારક ગણાય , કારણ કે ત્રિગુણી રસીના સંયોજનના ત્રણ ઘટકોમાંથી ઉટાટિયા સામે રક્ષણ આપતું ઘટક , સાત વર્ષથી મોટી ઉંમરનાં બાળકોમાં , તેની આડઅસર રૂપે મગજનો સોજો … તો પછી ચૂકી જવાયેલ બૂસ્ટર ડોઝ માટે.જap નીમેલા સંજોગોમાં આપવા માટેની કરવું શું Tdap નીચેના સંજોગોમાં આપવા માટેની રસી છે . બાળકને ત્રિગુણીનો બીજો બૂસ્ટર ડોઝ ન અપાવ્યો હોય . અને તેની ઉંમર જો ૭ વર્ષ કરતાં મોટી થઈ ગઈ હોય , તો તે બાળકને એક ડોઝTdapનો મુકાવવો . બાળકને જો ત્રિગુણી રસીના પ્રાથમિક ત્રણ અને બૂસ્ટર ડોઝ , સમયસર આપવામાં આવ્યા હોય તો ૧૦થી ૧૨ વર્ષની ઉંમરે Tdap રસીનો એક ડોઝ અપાવવો . જેમાં ધનુરની રસીનો ( ) સમાવેશ થઈ જાય છે . આ ડોઝ અપાવવાથી મોટી ઉંમરનાં બાળકોને ઉંટાટિયાના રોગ સામે પણ રક્ષણ મળે છે . Tdap નો એક ડોઝ આપ્યા બાદ , ૧૦વર્ષે એક ડોઝTd નો અપાવવો . To વિશે જાણકારી ડૉક્ટર પાસેથી મેળવવી તો પણ એટલું સમજીએ કે , T એટલે ધનુર અને d એટલે ડિફરિયા . • ૧૦વર્ષથી મોટી ઉંમરનાં બાળકોને ઈજા થઈ હોય અને તેને છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ધનુરની રસી – TT આપવામાં ન આવી હોય તો , તેને Tdap અપાવી શકાય . ક્રમશ : ( બાળઉછેર બે હાથમાં પુસ્તકમાંથી સાભાર )