હેલ્થ ચમકાવવી હોય તો શિયાળા માં ખાવ આ 4 વસ્તુ

0

હેલ્થ ચમકાવવી હોય તો શિયાળા માં શું ખાશો ?

શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ *

ચ્યવનપ્રાશ વિશે વધુ માહિતી જાણવા માટે નીચે આપેલ પીડીએફ વાંચી શકો છો..

લીલું લસણ :લસણ ના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ લીલું લસણ ફક્ત શિયાળા માં મળે છે જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે. એ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. પાચન ને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે, જેને લીધે ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.

બાજરો :આ એક એવું ધાન્ય છે જે શિયાળા માં જ ખાવું જોઈએ. બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે. એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો જેણે ખાધો હોય એ જ સમજી શકે એનું સુખ.બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે, જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે. આ એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. એમાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ ને દૂર કરે છે. જોકે બાજરા સાથે ઘી ખાવું જ. જાડા થવાની ચિંતા ન કરો. બાજરો અને ઘી તમને જાડા નથી બનાવતા, પરંતુ જરૂરી પોષણ અને શક્તિ આપે છે.

લીલી હળદર :શિયાળામાં બે પ્રકારની હળદર મળે છે, એક લીલી હળદર અને બીજી આંબા હળદર. બન્ને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર હેલ્થ માટે ગોલ્ડ જેટલી કીમતી છે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે. ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિવાઇરલ અને ઍન્ટિફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે. હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે. આ ઉપરાંત એમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ પણ ઘણા લાભદાયી છે.

મૂળો : મૂળો આમ તો મુંબઈમાં ૧૨ મહિનામાંથી ૮ મહિના તો મળે જ છે, પરંતુ ખરેખર એ શિયાળામાં મળતું કંદમૂળ છે. એમાં ઘણા ડાયટરી ફાઇબર્સ રહેલા છે જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ અંદર જામી જાય છે એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝિન્ક અને ફશૅસ્ફરસ રહેલાં છે, જેને કારણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here