હેલ્થ ટીપ્સ

છાતીના કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો

કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે…………….

અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે……….

દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે…………..

તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.

એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે…………

દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે………..

આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે………..

દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.

રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે…………

સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન

ચીકણા-હઠીલા કફને દૂર કરતાં ઘરગથ્થુ  ઉપચાર…………….

ઠંડી હવાથી બચવું. ખાસ કાન, કપાળ, માથું ઢાંકવુ………….

શિયાળા દરમ્યાન બપોરે-વહેલી સાંજે સૂર્યતાપ સહન થાય તેટલો લેવો………….

નવશેકા પાણીથી ન્હાવું. ન્હાયાબાદ તુરંત હવાનો સંપર્ક ટાળવો. ખાસ તો માથું ધોઈ, વાળ બરાબર સૂકા કરવા. ભીના માથામાં હવાનો સંપર્ક ટાળવો.

ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, માવાની ચીકણી મીઠાઈ ન ખાવી.

દૂધ નવશેકું હુંફાળું પીવું. દૂધમાં વાવડીંગનું ચૂર્ણ, સૂંઠ અને સાકર નાખી ઉકાળી ગાળી અને પીવું.

વાવડિંગ, પિપ્પલી, એલચી, તજ ૧૫-૧૫ ગ્રામ ચૂર્ણ, મરી ૩૦ ગ્રામ ચૂર્ણ, સૂંઠ ૨૦૦ ગ્રામ, સાકર ચૂર્ણ ૩૦૦ ગ્રામ આ મુજબ મિક્સ કરી બાળકને ૩ ગ્રામ બેવાર મધ સાથે મોટાઓ ૭ ગ્રામ બે વાર મધ અથવા ગરમ પાણી સાથે લેવું.

કબજીયાત હોય તો હરડે ચૂર્ણ ૩ ગ્રામ રાતે સૂતા સમયે લેવું……….

ત્યુગીહરિદ્રાખેડ ૧ ચમચી ૨ વાર મધ અથવા ગરમ પાણી સાથે દિવસમાં લેવાથી કફ સબંધિત રોગમાં ફાયદો થાય છે……

કાયમી એસિડીટી સબંધિત તકલીફથી પીડાતા હોય તેઓએ આદુનો રસ કે આદુવાળી ચ્હાનો ઉપયોગ ન કરવો. તેઓ હળદર, જેઠીમધ, એલચીનાં ચૂર્ણોને સાકર સાથે લઇ શકે છે. પિત્ત અને ક્ફનાં વિરોધી ગુણોને ધ્યાનમાં રાખી ઉપચાર કરવો જરૂરી બને છે. તેઓ હુંફાળા ગરમ ગાજર, પાલક, દુધી, કોળા જેવા શાકભાજીનાં સૂપનો ઉપયોગ કરી શકે છે. સૂંઠ-ગંઠોડાવાળા ઉકાળા કે રાબથી છાતીમાં બળતરા, પેટમાં દુખાવો વધી જતો હોય તેઓએ હળદર, જેઠીમધ, અરડુસીનો ઉપયોગ કરવો…………….

સ્ત્રોત: ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *