આજે ટમેટા ઝામ ઘરે બનાવવાની રેસિપી શેર કરું છું, ૬મહિના સુધી એર ટાઇટ કન્ટેનર માં સારો રહેશે..
બનાવવા માટે જોઈશે આ સામગ્રી –
૨૫૦ ગ્રામ પાકા ટામેટા
૨૫૦ ગરમ ખાંડ
૩નંગ કાશ્મીરી મરચા ની પેસ્ટ
અડધી ચમચી મરી પાવડર
મીઠું સ્વાદાનુસાર
૪નંગ મરી
૨લવિંગ
ટુકડો ૧નાનો તજ નો
રીત –
ટામેટા ને કાંટા ચમચી માં ભરાવી ડાયરેક્ટ ગેસ ની ફલેમ્ ઉપર જ શેકી લેવા. ઠંડા પાણી વાળા બાઉલ માં કાઢવા એટલે સરળતા થી એની બ્લેક સ્કિન નીકળી જશે

મિક્સર જારમાં ટામેટા ના પીસ લઈ અધકચરું ક્રશ કરવું

ટામેટા ની પેસ્ટ ને કડાઈ મા લઈ મધ્યમ તાપે ઉકાળવી, એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, આખા મરી, લવિંગ, તજ, લાલ મરચા ની પેસ્ટ એડ કરી ઉકાળવું.

ખાંડ નાખી ખાંડ નુ પાણી બળે ત્યાં સુધી ઉકળવા દેવું, ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું, ઠંડુ પડે એટલે એર ટાઇટ કન્ટેનર માં ભરી સ્ટોર કરી લેવું..