આજે બનાવો અેકદમ નવી વેરાયટી – ઓટ્સ ના મુઠીયા

0

કોઈ સરસ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નું કોમ્બિનેશન મળી જાય તો માજા જ આવી જાય ને ખાવાની. આજે અપને બનાવીશુ એક એકદમ હેલ્થી રેસીપી તે છે – ઓટ્સ ના મુઠીયા

  • ૧.૫ કપ – ઓટ્સ પાવડર
  • ૧ કપ – ઘઉં નો લોટ
  • ૧ ચમચી – લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧/૨ કપ જીણી સમારેલી ડુંગળી
  • ૧/૨ કપ ખમણેલું બીટ
  • ૧/૨ કપ – જીણી સમારેલી કોબી
  • ૧ કપ – જીણી સમારેલી કોથમીર
  • તેલ
  • પાણી
  • રાય
  • જીરું
  • ૭-૮ પાન મીઠો લીમડો
  • ૧ ચમચી હળદર
  • ૨ ચમચી – તલ
  • હિંગ

રીત :એક બાઉલ માં ઓટ્સ પાવડર લો ,ઘઉં નો લોટ લો, હવે તેમાં લસણ ની પેસ્ટ , ડુંગળી, ખમણેલું બીટ કોબી મીઠું ગરમ મસાલો, કોથમીર બધું નાખી દો. ૧.૫ ચમચી તેલ નાખો. બધું બરાબર મિક્સ કરો , થોડું થોડું પાણી નાખતા જઈ મુઠીયા વળે તે રીતે બધું મિક્સ કરી લો. અડધી ચમચી જેટલું તેલ નાખી દો.

એક બાજુ ઢોકળીયુ લો તેમાં પાણી ઉકાળવા મૂકી …..દો ઢોકળીયા ના બદલે એક તપેલી લો તેમાં પાણી ગરમ કરવા મુકો અને તેના માપ ની કાણા વાળી ડીશ લઇ તેલ લગાવી તપેલી ઉપર ઢાંકી દો

હવે મુઠીયા વાળતા જઈ ડીશ પાર મુક્ત જાઓ , પછી તેના પર બીજી તપેલી કે કોઈ માપ નું વાસણ લઇ ઊંધું ઢાંકી અને ૧૫ મિનિટ સુધી ચડવા દો .

૧૫ મિનિટ પછી મુઠીયા માં ટૂથપીક નાખી ચેક કરો જો ટૂથપીક સાફ બહાર નીકળે તો સમજો મુઠીયા ચડી ગયા છે નહિ તો ૫ મિનિટ વધુ રહેવા દો.

હવે બધા મુઠીયા એક પછી એક પ્લેટ માં લઇ લો ધીમે થી લેવા નઈ તો પોચા હોવા થી તૂટી જશે. ઠંડા થવા દઈ મીડીયમ સાઈઝ ના ટુકડા કરી લો.

એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો ૩ ચમચી જેટલું, ગરમ થાય એટલે રાય નાખો ફૂટે એટલે જીરું નાખો , હિંગ લીમડા ના પણ નાખો, તાલ નાખી થોડીક સેકન્ડ ઢાંકી દો , પછી તેમાં કાપેલા મુઠીયા નાખી બરાબર મિક્સ કરો ૨-૩ મિનિટ રહેવા દો. બસ તૈયાર છે તમારા ઓટ્સ ના મુઠીયા.

કેચપ કે દહીં સાથે ખાઓ નાસ્તા માં ચા સાથે પણ મજા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here