રગડો બનાવવાની રીત વાંચજો અને શેર કરજો

રગડો બનાવવાની રીત વાંચજો અને શેર કરજો

સામગ્રી :

તૈયારી નો સમય 15 મિનીટ
વટાણા : 1 કપ
બટાટા બાફેલા : 2
હળદળ : 1/4 ચમચી
લાલ મરચા નો પાવડર : 1/2 ચમચી
આદુ-મરચા ની પેસ્ટ : 2 ચમચી
ગોળ નો ભુક્કો : 1/2 ચમચો
પલાળેલી આમલી : 1 ચમચો
ગરમ મસાલો : 1 ચમચી
મીઠું : ટેસ્ટ મુજબ
વઘાર માટે સામગ્રી :
રાઈ : 1/4 ચમચી
લીમડાના પાન : 6-7
તેલ : 2 ચમચા
હિંગ : 1 ચપટી

રીત :

1. આખી રાત વટાણા ને પાણીમાં પલાળી રાખો।
2. પાણીમાંથી કાઢીને 3 થી 4 બીજું પાણી નાખીને પ્રેશર કુકર માં બાફો।
3. પેનમાં તેલ ગરમ કરીને રાઈ, લીમડાના પાન, નાખીને, હિંગ નાખીને વઘાર કરો.
4. તેમાં રગડાની બધી સામગ્રી અને જરૂરી પાણી નાખીને ઉકાળો. ત્યારબાદ બટેટા અને વટાણા નાખીને બરોબર મિક્સ કરો.
5. 10 મિનીટ ઉકાળીને નીચે ઉતારી ને સર્વ કરો.

5 thoughts on “રગડો બનાવવાની રીત વાંચજો અને શેર કરજો”

Leave a Comment