શરીરમાં લોહીના રોગો અને આ રોગથી બચવા ના ઉપાયો વાંચો અને શેર કરો

0

લોહીના સફેદ કણ શરીરની રોગપ્રતિકારક શક્તિનો અગત્ય નો ભાગ ગણવામાં આવે છે. તેને કારણે શરીરમાં બહારથી દાખલ થયેલા ચેપી જંતુઓ અને ઝેરી પદાર્થોથી રક્ષણ થાય છે આથી શરીરમાં સફેદ કણો અગત્યનો ભાગ ભજવે છે …

  • ગતાંગથી શરૃ

૬. થેલેસિમિયાનો રોગ :આ પ્રકારનો રોગ વારસાગત (જીનેટીક) ગણવામાં આવે છે. આ રોગમાં દર્દીના શરીરમાં લોહી બનતું જ નથી એટલે ડૉક્ટરની સલાહ લઈને જરૃર લાગે ત્યારે લોહી આપવું પડે છે ………

૭. પોલીસાયથેમિયા વેરા : જેનું ચોક્કસ કારણ ખબર નથી એવા આ રોગમાં વધારે પડતાં રેડ સેલ્સ ઉત્પન્ના થતા હોય છે. કોઈક વાર આ રોગમાં નળીઓમાં લોહી જામી જવાની ક્રિયા (ક્લોટિંગ) થઈ શકે છે . આ રોગની કોઈ સારવાર થતી નથી………

૮. સિકલ સેલ એનિમિયા :આ પ્રકારના રોગમાં રક્ત કણનો આકાર દાતરડા જેવો હોય છે અને તે ખુબ ચીકણા હોય છે. આવા કિસ્સામાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે ……….

૯. મેલેરિયા :આ રોગ લોહીનો રોગ ના કહેવાય પણ મચ્છર કરડે ત્યારે રક્તકણને ચેપ લાગે. આ રક્તકણ જ્યારે તૂટી જાય ત્યારે દર્દીને ઠંડી લાગે અને તાવ આવે છે.,બી. લોહીના સફેદ કણ (લ્યુકોસાઇટ્સ) :લોહીના સફેદ કણને શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી)નો અગત્યનો ભાગ ગણવા માં આવે છે. તેને કારણે શરીરમાં બહારથીદાખલ થયેલા ચેપી જંતુઓ અને ઝેરી(ટોકસિક)પદાર્થોથી રક્ષણ થાય છે. સફેદ કણને લ્યુકોસઈટ્સ કહેવાય છે. લોહી ની તપાસમાં જ્યારે શરીરમાં કોઈ ચેપ લાગ્યો હોય ત્યારે તેના કુલ પ્રમાણ માં વધારો આવે છે… તેનું નોર્મલ પ્રમાણ એક માયક્રોરોલીટર જેટલા લોહીમાં ૪૦૦૦થી ૮૦૦૦ હોવું જોઈએ……..

લોહીના સફેદ કણ (લ્યુકોસઇટ્સ)ના પાંચ પેટા વિભાગ છે. ૧. ન્યૂટ્રોફિલ્સ (પોલીમોર્ક) ૨. લિમ્ફો સાઇટ્સ ૩. બેસોફીલ્સ ૪. ઈઓઝિનોફિલ્સ ૫. મોનોસાઇટ્સ લોહીના સફેદ કણને થનારા મુખ્ય રોગો જે બ્લડ કેન્સર તરીકે ઓળખાય છે :….

બ્લડ કેન્સર :હાડકાંની મજ્જામાં રહેલા ”સ્ટેમ સેલ્લસ’માંથી રક્ત કણ(રેડ સેલ્સ)સફેદ કણ (લ્યુકોસાઇટ્સ)અને પ્લેટલેટ્સ બને છે. બ્લડ કેન્સરના મોટા ભાગના કિસ્સામાં નિયમ પ્રમાણે લોહીના સામાન્ય સફેદ કણ બનવાને બદલે અસામાન્ય જાત ના સફેદ કણ ઉત્તપન્ન થાય છે. જેને કેન્સરના સેલ્સ કહેવાય છે. બ્લડ કેન્સરના પ્રકાર નીચે પ્રમાણે છે…………..

૧. લિમ્ફોમાં :એક પ્રકારનું બ્લડ કેન્સર જે લીમ્ફ સિસ્ટમમાં થાય છે એટલે ”લીમ્ફોમા” કહેવાય છે. જેમાં સફેદ કણ સંખ્યામાં ખૂબ વધે આનો ઉપાય કેમોથેરેપિ છે.

૨. લ્યુકેમિયા : સફેદ કણના આ કેન્સરમાં બોન મેરોમાં સફેદ કણની સંખ્યા ખૂબ વધી જાય આના બે પ્રકાર ગણાય છે. ૧. એક્યુટ અને ૨. ક્રોનીક આ બંન્ને પ્રકારનો ઉપાય કેમોથેરેપિ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે……….

૩. લ્યુકોપીનીયા :જ્યારે કોઈ વ્યક્તિના લોહીમાં સફેદ કણ (લ્યુકોસઇટ્સ)નું પ્રમાણ એક માયક્રોલીટરમાં ૪૦૦૦થી ઓછું થઈ ગયું હોય તો એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઈમ્યુનિટી ઓછી થઈ ગઈ છે તેમ ગણાય. લ્યુકોપીનીયા થવાના કારણો માં ૧. કોઈ રોગથી થાય, ૨. ડિપ્રેશનની દવાઓને કારણે તથા પેશાબ વધારે લાવવા માટે આપવામાં આવતી દવાઓ (ડાયુરેટિક્સ)ને કારણે થાય. ૩. સિગારેટ પીવાની ટેવને કારણે થાય. ૪. લાંબો સમય સુધી દુખાવાની ગોળીઓ લીધી હોય ૫. અને એન્ટિબાયોટીક ઈંજેકશનને કારણે અને ૬. કેન્સરના કેસમાં કેમોથેરેપિ અને રેડીએશન આપેલ હોય ત્યારે પણ થાય…………

૪. ઇઓઝીનોફિલિયા : સફેદ કણ (લ્યુકોસઇટ્સ)ના એક પેટા વિભાગના સેલ્સ જે ”ઇઓઝિનોફિલ્સ” તરીકે ઓળખાય છે તેનું પ્રમાણ લોહીમાં એક માઇક્રોલિટરમાં ૫૦૦ જેટલું હોવું જોઈએ જ્યારેઆ પ્રમાણ વધેત્યારેતે દર્દીને ઈઓઝિનોફિલિયા થયો એમ કહેવાય છે.આ પ્રમાણ વધવાના કારણોમાં ૧ તમારા શરીરમાં એલેરજી ઉત્તપન્ન કરનારા પદાર્થો ગયા હોય ૨. કોઈ દવાઓને કારણે અને ૩. શરીરમાં કોઈ પેરેસાઇટ્સ હોય તેને લીધે અને ૪.કોઈ કારણ વગર પણ થાય. આ રોગની સારવાર માં કોરટીકોસ્ટરોઈડ્સ” આપવામાં આવે છે…

  • બ્લડ પ્લેટલેટ્સના રોગ :

૧. થ્રોમ્બોસાઇટોપીનીઆ :પ્લેટલેટ્સનું પ્રમાણ એક માઇક્રો લીટર લોહીમાં ૧૫૦,૦૦૦ થી ૩૦૦,૦૦૦ હોવું જોઈએ જ્યારે આ પ્રમાણ ઓછું થઈજાય તેને થ્રોમ્બોસાઇટોપીનીયા કહેવાય કોઈ વખત કારણ વગર થાય અને કોઈ વખત લોહી પાતળું કરવાની દવાઓથી થાય.

૨. થ્રોમ્બોસાયટોસિસ : કોઈ વાર પ્લેટલેટની સંખ્યા કોઈ કારણ વગર વધી જાય ત્યારે ક્લોટ થાય કે બ્લીડિંગ થાય. સારવાર માટે નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ…….

  • બ્લડ પ્લાઝમાને થનારા રોગ :

૧. હિમોફિલિયા : સામાન્ય રીતે લોહીની જામી જવાની (ક્લોટ બનવાની) ક્રિયા પ્લાઝમામાં રહેલા અમુક પ્રકારના પ્રોટીનને કારણે થાય છે. જીન્સની ખામીને કારણે જ્યારે આ પ્રોટીન પ્લાઝમામાં ના હોય ત્યારે, વાગવાથી કે અકસ્માતને કારણે જ્યારે લોહી નીકળે ત્યારે લોહી બંધ કરવા માટે ક્લોટ બનવાની ક્રિયા થતી નથી એટલે લોહી નિકળ્યા જ કરે છે. આ રોગની સારવાર ના કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે.,………

૨. ડીપ વિનસ થ્રોમ્બોસીસ :મોટા ભાગે પગની નળીઓમાં લોહી જામી ગયું (ક્લોટ) હોય તે છૂટો પડે ત્યારે લોહીની નળી ઓ મારફતે હાર્ટમાંથી ફેફસામાં જાય અને તે વખતે પલ્મોનારી એમ્બોલીઝમ” થાય અને મૃત્યુ થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here