ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે….
પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે, જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે.ઘણી વખત આંતરડામાં ગેસ બનવાથી પેટમાં દુઃખાવો થાય છે અને જયારે આ દુઃખાવો આંતરડાની ડાબી બાજુએ જાય છે ત્યારે તે એપેન્ડિક્સ નો દુખાવો પણ થઇ શકે છે. તેના માટે ઘણી વખત આપણે મોંઘી દવાઓનો સહારો લઈએ છીએ……………
ગૈસ્ટ્રિક તકલીફ માટે મોંઘી દવાઓનો સહારો લેવાથી ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. સાધારણ ગૈસ્ટ્રિક તકલીફ માટે ભારે મેડિસિન્સ ના બદલે ઘરઘથ્થુ ઉપચાર વધુ અસરકારક રહે છે……..
મરી તીખાં, તીક્ષ્ણ અને અગ્નિને પ્રદીપ્ત કરનાર, કફ તથા વાયુને મટાડનાર, ગરમ, પિત્ત કરનાર અને રુક્ષ છે. તેમ જ શ્વાસ, શૂળ-પીડા અને કૃમિને મટાડે છે……..
કાળાં મરી, ચિત્રક અને સંચળ સમાન વજને લઈ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. એને મરિચાદિ ચૂર્ણ કહે છે. 1/2 થી 1 ચમચી જેટલું આ ચૂર્ણ તાજી, મોળી છાસ સાથે સવાર-સાંજ લેવાથી ગૅસ, આફરો, અપચો, મંદાગ્નિ, પચ્યા વહારના ઝાડા, ઉદરરોગ, મસા,કબજિયાત વગેરે મટે છે.
રાત્રે સૂતી વખતે અજમા સાથે ચપટી મીઠું મેળવીને ખાવાથી ગેસની તકલીફવાળી વ્યક્તિને લાભ થાય છે.લીંબુ વાયુનાશક છેમૂળાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ભોજન પછી પેટમાં થતો દુઃખાવો કે ગૅસ મટે છે.આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી ગૅસ અને ઓડકાર મટે છેસંચળ, સિંધવ, મરી અને સુંઠનો ભૂકો મધમાં મેળવી પીવાથી ગૅસ થતો નથી.
બે લીંબુના ચાર ભાગ કરી એક પર મરીનું, બીજા પર સિંધ વાનું, ત્રીજા પર ડીકામારીનું અને ચોથા પર સંચળના ચૂર્ણની ઢગલી કરી, અગ્નિ પર ગરમ કરી વારાફરતી રોજ સવારે ગરમ ગરમ ચૂસવાથી ગૅસની ફરિયાદ દૂર થાય છે………દિવેલમાં સાંતળેલી હરડેના ટુકડા હમણા પછી સોપારીની જેમ મોંમાં રાખી ચૂસવાથી ગૅસની તકલીફ ઓછી થાય છે………..
ભોજન પહેલા લીંબુની ફાડ કરી બે ગ્રામ સંચળ ભભરાવી ચૂસી જવું. ઘી, તેલ, મીઠાઈ બંધ કરવાં, સવાર-સાંજ એક એક કલાક ચાલવા જવું. એનાથી વાયુ ઉપર ચઢી છાતીની ડાબી બાજુ દબાણ કરતો હોય, ખાવા પર રુચિ થતી ન હોય, ભૂખ બરાબર લાગતી ન હોય અને પાચન બરાબર થતું ન હોય તેમાં ફાયદો થાય છેગૅસ ટ્રબલ 10-12 મરીનું બારીક ચૂર્ણ પાણી સાથે ફાકી ઉપર એકાદ ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવી પીવાથી પેટમાં ગૅસ થવાની ફરિયાદ મટે છે.