બ્રેડ પુલાવ સામગ્રી ૧ વાટકી ભાત ૧ વાટકી બેડના ટુકડા ૧ બટેકુ ૩ ડુંગળી ૧ લીલું મરચું ૧ ચમચી ધાણાજીરું ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર ૧/૨ ચમચી ખાંડ 1/2 ચમચી ગરમ મસાલો ૧ ચમચી લીંબુનો રસ મીઠું ૧ ચમચો તેલ ૧ ચમચી રાઈ ૧ ચમચી જીરું ચપટી હિંગ લીમડાના પાન
રીત A. સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી તેમાં બટેકા ઉમેરી, પછી તેમાં મીઠું, હળદર ઉમેરી સાંતળવા. B બટેકા ચડે એટલે તેમાં ડુંગળી ઉમેરવી બને સરસ ચડી જાય એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી તેમાં બ્રેડના ટુકડા અને ભાત ઉમેરવા. બધું બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દેવો. સર્વિંગ પ્લેટમાં લઇ કોથમીર અને ડુંગળી વડે ગાર્નીશ કરવું. તો તૈયાર છે બ્રેડ પુલાવ નોંધ: વટાણા,ગાજર જેવા આપના મનગમતા પારબોઈલ કરેલ વેજી ઉમેરી શકાય.