સરગવાની રામબાણ દવાઓ વિશે જાણો

સરગવાની રામબાણ દવાઓ સરગવાની શીંગનું શાક દીપન – પાચન કરનાર તથા વાત વ્યાધિમાં પથ્ય ગણાય છે .વધેલી બરોળ , સોજા તથા કાળજાનાં રોગોમાં લાભકારક છે .• સરગવાનાં બીજ ચક્ષુષ્ય તથા વિષનાશક છે .તે ત્રિકોણાકારમાં સફેદ રંગમાં જોવા મળે છે તેમજ તે શ્વેત મરીનાં નામથી ઓળખાય છે .તે તિષ્ણ અને ગરમ હોવાથી વિર્યને વધારનાર નથી પણ ઝેર , કફ તથા વાતનાશક છે .વળી તેનું નસ્ય લેવાથી માથાનું દર્દ મટે છે .• સરગવાનાં ઝાડમાંથી ગુંદર વિશેષ પ્રમાણમાં મળે છે .ગુંદરનો રંગ પહેલાં સફેદ , પછી લાલ અને અંતે કાળો થાય છે .તે ઝેરી હોય છે .તે પાણીમાં ઓગળતો નથી .સરગવાનો ગુંદર દૂધમાં પીસીને માથા ઉપર લેપ કરવાથી મસ્તકશૂળ મટે છે .

દાંતના પોલાણમાં ભરવાથી દંતપીડા મટે છે તથા કાકડાના સોજામાં લાભદાયક છે .સરગવાનાં બીમાંથી તેલ નીકળે છે .જે ખૂબ પાતળું , સ્વચ્છ તથા કિંમતી છે .તેનો ઉપયોગ ઘડિયાળ સાફ કરવા તથા સુંગધી તેલ બનાવવામાં થાય છે .તે કુષ્ઠકર , ઉષ્મ , ઉત્તેજક હોઈ વાતજન્ય પીડામાંથી રાહત આપે છે .સરગવાનાં પાનમાં વિટામીન “ એ ” સારા પ્રમાણમાં રહેલ છે .તેમજ તેના પાન જંતુઘ્ન છે .સરગવાના પાનનો રસ પિવડાવવાથી હેડકી – શ્વાસ મટે છે .રામબાણ દવાઓ • ૪૧

Leave a Comment