કોલેસ્ટ્રોલ ઘટાડવા અને ફેફસા ને મજબુત રાખવા 5 વસ્તુઓનું સેવન ન કરો

0

ફેફસા ને મજબુત રાખવા હોય તો આ 5 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ , જાણો વધુમાં વિગતવાર

વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી તમારું યકૃત અને ફેફસાં બગડે છે . આલ્કોહોલમાં સલ્ફાઇટ હોય છે તો તે અસ્થમા નું કારણ પણ બની શકે છે અને ફેફસા ને નુકસાન કરે છે . જો તમે ફેફસાના રોગથી પીડાતા હો તો આલ્કોહોલનું સેવન ઓછું કરવું વધુ સારું છે . બીજી બાજુ વાઇન ફેફસા માટે ફાયદાકારક માનવામાં આવે છે . જો તમે વિવિધ પ્રકારના સોફ્ટ ડ્રિક્સનું સેવન કરો છો તો આજે જ બંધ કરો કારણ કે તેમાં ખાંડની માત્રા વધારે છે . જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં 5 થી વધુ વાર આવું પીવે છે , તો તેને જલ્દી જ બ્રોન્કાઇટિસની સમસ્યાનો સામનો કરવો પડશે.બાળકો અસ્થમાના ભોગ બની શકે છે .

જો તમે મીઠાનું સેવન વધુ કરો છો , તો તે તમારા ફેફસા માટે જોખમી બની શકે છે . વધુ મીઠાવાળા આહારને લીધે તમને અસ્થમા ના લક્ષણો દેખાશે . તેથી ઓછામાં ઓછું મીઠું લેવું સારું છે . ડોકટરોના જણાવ્યા મુજબ એક દિવસમાં 1500 થી 2300 મિલીગ્રામ મીઠું ખાવું જોઈએ . એસિડિટીને કારણે પણ તમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે . જેની ફેફસાં પર ખરાબ અસર પડે છે . તેથી કોબી , બ્રોકલી વગેરેનું વધુ સેવન ન કરવું જોઈએ . તે ઉચ્ચ માત્રામાં ફાઇબર અને ન્યુટ્રિઅન્સ ધરાવે છે પણ ગેસ ઉત્પન્ન કરે છે .

તળેલા ખોરાક સ્વાથ્ય માટે ખૂબ જોખમી છે . આના વધુ પડતા સેવનથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે . આ સાથે તે સ્થૂળતાનું કારણ બનશે . જેના કારણે ફેફસા પર ખરાબ અસર કરશે . કોલેસ્ટેરોલને વધારીને અનિચ્છનીય ચરબી હૃદયની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here