ફળો ખાવાના ફાયદા વિષે જાણો ક્યાં રોગ માટે કયું ફળ ખાવું જોઈએ

કેલ્શિયમથી ભરપુર કેળાં ખાવાના ફાયદા વિષે જાણો. દરેક સિઝનમાં કેળા આ ફળ આસાનીથી મળી રહે છે સૌ કોઈ ખરીદીને ખાઈ શકે એવું ફળ છે . આ કેળાં સ્વાદમાં મધુર, પૌષ્ટિક, ઝાડાને રોકનાર, પચવામાં ભારે અને સ્નિગ્ધ – ચિકાશયુક્ત છે. પિત્ત, લોહી બગાડ, રક્તપિત્ત , દાહ – જલન, ક્ષત ( ઘા કે જખમ ), ક્ષય રોગ અને વાયુના રોગોમાં હિતાવહ છે. પાકાં કેળાં દૂધ અને ઘી સાથે ખાવાથી પાતળી વ્યક્તિનું વજન વધે છે, શરીર પુષ્ટ થાય છે. પાકાં કેળાં મધ સાથે ખાવાથી કમળામાં જલદી ફાયદો થાય છે. પાકાં કેળાંની પેસ્ટ બનાવી તેમાં આમળા ચૂર્ણ અને સાકર મેળવી સવાર – સાંજ ખાવાથી સ્ત્રીઓનો પ્રદર રોગ – લ્યુકોરિયા મટે છે. કેળામાંકેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે

તમે સફરજન ખાવ છો તો સફરજન ખાવાના ફાયદા વિષે જાણવું ખુબ આવશ્યક છે જોઈએ તો સફરજન ખાવાના ફાયદા સફરજન ખાવાથી મગજ તેજીની સાથે કાર્ય કરે છે. નાની મોતી બીમારીમાં ડોક્ટર સફરજન ખાવાની સલાહ આપે છે સફરજન મળવા વાળા પોષક તત્વ પ્લેજર હોર્મોન્સ નું સ્તરને બનાવી રાખે છે, જેનાથી આપણે પ્રસન્ન રહી શકીએ છીએ અને માનસિક તણાવ નથી થતો. આ અગત્યની માહિતી તમારા સગાસંબંધી અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહિ

લીંબુ ખાવાના ફાયદા જોરદાર છે લીંબુ ના ફક્ત બીમારીઓ બરાબર કરે છે , સાથે સાથે જ એનર્જી પણ Boost કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે , જો તમે નબળાઈ અનુભવ કરો છો તો લીંબુનું સેવન કરો. જયારે કોઈ વ્યક્તિને ચક્કર આવે ત્યારે પણ લીંબુ શરબત પીવડાવવામાં આવે છે.

સંતરા ખાવાના ફાયદા સંતરા પેટમાં જતા જ લોહીમાં મળી જાય છે અને જલદી પચી જવાના કારણે તમે એક સમય માં બહુ બધા સંતરા સરળતાથી ખાઈ શકો છો .

ચીકુ ખાવાથી હાડકા મજબૂત બને છે તેમજ ચીકુમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ અને આયન હાડકાને મજબૂત બનાવવા મદદ કરે છે. ચીકુમાં ભરપૂર માત્રામાં vitamin A રહેલું હોય છે જે આંખોના તેજ વધારવા માટે ખુબજ ફાયદાકારક છે. ચીકુનો ઉપયોગ કરવાથી આંખોના થોડા ઘણા નંબર પણ દૂર કરી શકાય છે. નાના બાળકોને ચીકુ ખવડાવવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. તેમજ તેમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીવાઈરલ હોવાથી શરીરને ફાયદો કરે છે. તે શરીરમાં આવતા બેકટેરિયા રોકવામાં મદદ કરે છે

Leave a Comment