જામફળની સીઝનમાં જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી વાંચો

નાના બાળકો ની બર્થડે પાર્ટી હોય કે પછી નાના બાળકો માટે કોલ્ડ્રીક બનાવવાનું હોય તો ફ્રેશ ગ્વાવા જ્યુસ એ એક સૌથી બેસ્ટ વિકલ્પ છે..જામફળનું જ્યુસ બનાવવામાં જરૂરી

સામગ્રી:

  • ૫ નંગ જામફળ મીડીયમ સાઈઝ ના
  • ૫-૬ ચમચી ખાંડ
  • ૧ ચમચી સંચળ
  • પાણી જરૂર મુજબ
  • જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી

સ્ટેપ 1: સૌપ્રથમ એક મિકસર જાર મા જમરૂખ ના ટુકડા કરી ને લો… એમાં ખાંડ અને સંચળ પાઉડર ઉમેરો… થોડુ પાણી ઉમેરી ક્રશ કરી લો………

સ્ટેપ 2: હવે એક વાસણ લઈ એમાં ચાળણી થી આ જયુસ ગાળી લેવું જેથી બી નીકળી જાય જરૂર મુજબ પાણી ઉમેરવું

સ્ટેપ-3: એક ડીશ મા લાલ મરચુ અને સંચળ પાઉડર મિક્ષ કરી લેવું… એક ગ્લાસ લઈ એની કોર પર જયુસ લગાવી મસાલા માં બોળવું ગ્લાસ મા જ્યુસ લઈ સર્વ કરવુ…સ્ટેપ- 4: નોંધ: નાના બાળકો માટે હોય તો લાલ મરચુ નહી વાપરવું.. ખાંડ જમરૂખ ની મિઠાશ પ્રમાણે ઓછી વધારે કરી શકાયઅગત્યની નોંધ : તમે તમારી સગવળતા મુજબ સફેદ જામફળ અથવાતો લાલ જામફળનું પણ જ્યુસ બનાવી શકો છો

Leave a Comment