શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો બનાવો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો આંગળા ચાટતા રહી જશો

જેવો શિયાળો આવે કે તરત જ બજારમાં તાજા ને લીલા છ્મ શાક બજારમાં મળતા થતાં હોય છે, એમાંય શિયાળા માં ગરમા ગરમ ખિચડી, કાઢી બાજરીનો રોટલો ને રીંગણ નો ઓળો તો ફેમસ છે. તો ચાલો આજે બનાવીશું રીંગણનો ઓળો.

સામગ્રી

  • 4 મોટા રીંગણ
  • મરચું પાઉડર 1 ચમચી
  • ધાણા જીરૂ1 ચમચી
  • હળદર જરૂર મુજબ
  • ડુંગળી1 સમારેલી
  • ટામેટાં 3 સમારેલા
  • આદું મરચાની પેશરવઘાર માટે જીરું અને રાઈ
  • હીંગ ચપટી
  • મિનથુ ટેસ્ટ મુજબ
  • તેલ વઘાર માટે
  • કોથમીર સજાવવા માટે

રીત

સૌપ્રથમ રીંગણનોઓળો બનાવવારીંગણને ધોઈનેલૂંછીનાખવા ને પછી તેલવાળા કરી ગેસ ઉપર શેકવા મૂકવા.શેકાઈ જાય એટ્લે તેની છાલઉતારી લેવાની ને બધાજ રીંગણ મેશ કરવા ના,હવે એક કઢાઈને ગેસ પર મૂકો ને એમાં તેલને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટ્લે તરત જ રાઈ અને જીરાથી વઘાર કરો.રાઈ તતડે એટ્લે તરત જ એમાં હિંગ નાખી આદું મરચાની પેસ્ટ એડ કરો ને હલાવો.હવે તેમા ડુંગળી ઉમેરીરો ને તેને હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવાની છે. એ પછી એમાં ટામેટા એડ કારોને ટામેટાં સાંતળો.જેવા ટામેટાં સંતલાઇ જાય એટ્લે તેમાં હળદર મસાલો મીંઠું ધાણાજીરું એડ કરો ને બારો બાર હલાવો;બધો જ મસાલો સરસ મિક્સ થઈ જાય એટ્લે તેમાં મેશ કરેલા રીંગલ એડ કરી તેલ છૂટ્ટુ ન પડે ત્યાં સુધી હલાવો.ગેસ બધ કરી એક બાઉલમાં કોથમીર થી ડેકોરેટ કરી સજાવો ને ગરમા ગરમ રોટલા સાથે ખાવાની મજા માણો.

Leave a Comment