પાંચ મિનીટ નિકાલો અને જરુર વાચો શરીર તંદુરસ્ત રાખવા માટે આગળ જરુર મોકલજો

કેટલીક હેલ્થ ટિપ્સ વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.અપચો અજીર્ણ થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું. કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે. મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.

જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે. દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે. સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે. જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે. રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.હેલ્થ ટીપ :- તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે. હેલ્થ ટીપ:- ગરમીની ઋતુમાં આમળાનો મુરબ્બો ખાધા પછી દૂધ પીવાથી શારીરિક અને માનસિક દુર્બળતામાં રાહત આપે છે. હેલ્થ ટીપ:- ગરમ દૂધ અને ચા પીધા પછી પાણી પીવું યોગ્ય નથી.હેલ્થ ટીપ:- સૂવાની ભાજી હરસથી પીડાતી વ્યક્તિ તથા અતિસારથી પીડાતી વ્યક્તિ માટે અસરકારક છે. હેલ્થ ટીપ્સ:- વરિયાળીના શરબતના સેવનથી પેશાબના અટકાવમાં રાહત રહેશે.હેલ્થ ટીપ:- ગરમીમાં ઘરનું સારી રીતે રાંધેલું ભોજન લો.. હેલ્થ ટીપ્સ:- લાલ રંગ ભૂખ વધારનારો છે તો તેનો ઉપયોગ ડાઈનિંગ ટેબલ અને રસોડામાં વપરાય તો લાભદાયક છે.

હેલ્થ ટીપ્સ:- સંતરાનો જ્યુસ પીવાથી શરીરની પૉટાશની ખામી દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરશે. હેલ્થ ટીપ્સ:- સવારનાંસૂરજનો કૂમળો તડકો નિયમિત લેવાથી સફેદ કોઢનાં ડાઘ ઝાંખા પડી જશે.હેલ્થ ટીપ્સ:- અપૂરતી ઊંઘ ચીડિયા સ્વભાવનું એક કારણ છે. હેલ્થ ટીપ્સ:- વારંવાર જુલાબ લેવા કરતાએક ચમચી ઘીને એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે. હેલ્થ ટીપ્સ:- સવારનાં પહોરમાં ગરમા ગરમ લીલી ચાનો એક કપ શરીરમાં ચેતના જગાવે છે.હેલ્થ ટીપ્સ:- લવિગ તથા તુલસીયુક્ત ચા બનાવી પીવાથી ટૉંસિલના સોજામાં રાહત થાય છે. હેલ્થ ટીપ્સ:- એક ચમચી કાંદાનો રસ એક ચમચી આદુનો રસ બે ચમચી મધસાથે ભેળવીને પીવાથી ઉધરસ પર રાહત રહેશે. હેલ્થ ટીપ્સ:- ભૂખ્યા પેટે સ્વિમિંગ નુકશાનકારક છે. હેલ્થ ટીપ્સ:- આદુ અને લીલી હળદરનું કચુંબર ઍપેટાઈઝરનું કામ કરે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top