ઉનાળામાં કાચી કેરી ખાવાના ફાયદા

કાચી કેરી ખાવાના ફાયદાઃ અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે . આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે . ઉનાળામાં આપણને તાપ જેટલો આકરો લાગે તેટલી જ કેરીઓ ખાવી ગમે છે . તે પછી કાચી હોય કે પાકી કેરી ખાવાની મઝા જ કંઇક અદભૂત છે . પાકી કેરીની સાથે કાચી કેરી પણ , સ્વાથ્ય માટે વરદાન સ્વરૂપ છે . તેથી ગરમીમાં કાચી કેરીને પોતાના આહારમાં સ્થાન આપવું જરૂરી છે . આજે આપણે કાચી કેરી ખાવાના ફાયદા જાણીએ . કાચી કેરીમાં પેક્ટિન હોય છે જે આંતરડાની સફાઇ કરે છે અને પેટની અંદરની નળીઓને સાફ કરે છે જેથી પેટની તકલીફેથી દૂર રહી શકાય છે .

આપણી અનિયમિત ભોજનની આદતના કારણે પેટમાં બળતરા કે એસિડિટીની તકલીફ રહે છે . અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે . આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે . કાચી કેરીને કાપી અને ડુંગળી સાથે મિક્સ કરી તેમાં સીંધાલૂણ ઉમેરવું . આ મિશ્રણને ભોજન સાથે ખાવાથી એસિડિટીમાં રાહત થાય છે . કાચી કેરીનું કચુંબર ખાવાથી પણ એસિડિટી દૂર થાય છે . ગરમીમાં ડીહાઇડ્રે શનથી બચવા માટે કાચી કેરી પર મીઠું નાંખીને ખાવી જોઇએ અને આ એકદમ સરળ ઉપાય છે . તેનાથી શરીરમાં પાણીની ખામી દૂર કરી શકાય છે .

આ રીતે કાચી કેરી ડી હાઇડ્રેશન સામે પણ રક્ષણ આપે છે . ગરમીમાં ખાવાનું પચાવવું અને ભૂખ ન લાગવી એ એક કપ્લેન થઇ ગઇ છે . જેને દૂર કરવા માટે કાચી કેરી , ગોળ , અને ચપટી જીરું સાથે મીઠું મિકસ કરીને બનાવેલ કચુંબરને તમારા ભોજનમાં ખાસ લેવું . કાચી કેરી વિયનિવારક છે જે વજન નિયંત્રણ કરે છે . તેમજ વજન ઓછું કરવામાં મદદ કરે છે . કાચી કેરી સ્વાદમાં તુરી હોય છે . અને આ કેરી પેટ સાફ કરે છે અને સમસ્યાઓ છે પેટ સાફ હોય તો મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને પછી વજન કંટ્રોલમાં રહે છે કાચી કે રીમાં ફયબર વિટામિન – સી અને કેરોટીનની સાથે એન્ટિઓકિસડેન્ટ પુષ્કળ રહેલું હોય છે . જે શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને પાચનતંત્ર મજબૂત બનાવે છે . કાચી કેરીમાં સુંઠ , જીરું અને હિંગ મિકસ કરી ખાવાથી ગેસ દૂર થાય છે . કાચી કેરી ગેસ અને કબજિયાત જેવી તકલીફોથી દૂર કબજિયાત જેવી તકલીફોથી દૂર રાખે છે .

કાચી કેરીમાંથી વિટામિન – સી પ્રાપ્ત થાય છે . વિટામિન – સી સ્કર્વી અને પેઢામાંથી લોહી નીકળતું અટકાવામાં મદદ કરે છે . કાચી કેરી ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે . કાચી કેરી ખાવાથી દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે . તેમજ શ્વાસમાંથી દુર્ગધની સમસ્યા દૂર થાય છે . આકરા તાપના કારણે લુ લાગે છે . કાચી કેરી લુ લાગવાની સમસ્યાથી છુટકારો આપે છે સાથે જ ગરમીમાં જ્યારે સ્કિનમાં લાલ રંગના દાણા થાય છે ત્યારે કાચી કેરીનું સેવન કરવું , તે શરીરને ઠંડક પ્રદાન કરે છે

Leave a Comment