મહિલાઓ રસોઈ બનાવતા બનાવતા ઘણી વખત દાઝી જાય છે અને દાઝ્યા બાદ ખુબ બળતરા થાય છે આ બળતરા પર તાત્કાલિક રાહત મેળવવા માટે શું કરવું જોઈએ એના વિષે આપણે માહિતી મેળવીશું દાઝ્યા પર ગોબર લગાડવાથી આરામ મળે છે. તેમજ કાચું બટાકું દાઝ્યા પર લગાડવાથી લાભ થાય છે અને બળતરામાં રાહત થાય છે. દાઝેલા ભાગને ૧૫-૨૦ મિનિટ ઘઉંના લોટમાં દાબી રાખવાથી પણ રાહત થશે. આગથી દાઝી ગયા પર તલને વાટી લગાડવાથી સારો એવો ફાયદો થાય છેહેઅલ્થ ટીપ્સ.
દાદર/ધાધર એક વખત શરીરમાં થઈ જાય પછી તેને કાઢવી ખુબ મુશ્કેલ બની જાય છે દાદર/ધાધર ખુબ ચેપી રોગ છે તે ઝડપથી ફેલાય જાય છે બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે
માસિક સમય દરમિયાન ઘણી મહિલાઓને પેટ દુખવું એ ખુબ પીડાદાયક હોય છે માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં ભરાવો થતા વાયુનો હોય છે. આ પીડા દુર કરવા માટે અજમાનું ચુરણ લાભકારી નીવડે છે. ૨૦ ગ્રામ અજમાના ચુરણમાં ૧૦ ગ્રામ સિંધવ ભેળવવું આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું અને માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવા આમ કરવાથી હેડકી બંધ થાય છે અને કફ પણ છૂટો પડે છે. ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.