વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત : આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રી
- ૧/૪ કપ ખાંડ
- ૧ કપ મિલ્ક
- ૧ કપ વ્હિપિંગ ક્રીમ
- ૧ ચમચો કોર્ન ફ્લોર
- ૨ ડ્રોપ વેનિલા એસેન્સ
- ૨ ડ્રોપ ચોકલેટ એસેન્સ
વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત : આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત :
- એક પેન માં દૂધ ખાંડ અને કોર્ન ફ્લોર નાખી થીક થઈ જાય ત્યાં સુધી ઉકાળવું,ઠંડુ કરવા મુકો.
- 2બીજા બાઉલ માં વ્હીપ ક્રીમ બીટ કરો ત્યાર બાદ થીક થયેલું દૂધ ઉમેરી પાછું બીટ કરી લો.
- 3આ મિશ્રણ ને બે ભાગ માં વહેચી લો..એક માં વેનીલા એસેન્સ નાખો અને બીજા માં કોકો પાઉડર અને ચોકોલેટ એસેન્સ નાખી બીટ કરી લો.
- 4જમાવવા માટે કન્ટેનર માં થોડું વેનીલા નું મિશ્રણ નાખો તેના પર ચોકલેટ નું મિશ્રણ નાખો એમ બધા મિશ્રણ ના લેયર કરી ફ્રીઝર માં ઓવર નાઈટ સેટ કરવા મૂકો..
- 5બીજે દીવસે સરસ વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે..
ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ની મજા માણો..
રાજભોગ આઈસ્ક્રીમ બનાવવાની રીત | રાજભોગ આઈસ્ક્રીમ | rajbhog icecream | icecream | home made ice cream
- ૧-૧/૪ કપ વ્હીપ ક્રીમ
- ૧ કપ આઈસીંગ ખાંડ
- ૧ કપ કોર્ન ફ્લોર
- ૧ કપ કન્ડેન્ડ્સ મિલ્ક
- ૪/૫ ડ્રોપસ રાજભોગ એસેન્સ
- ૧ કપ ઠંડુ દૂધ
- ગાર્નિશ માટે ઓરીયો બિસ્કીટ
- આઈસ્ક્રીમ માટે એલ્યુમિનિયમ ડબ્બો અથવા એરટાઈટ ડબ્બા
- ૧ કપ મીલ્ક પાઉડર
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો છો આ રીતે હવે એક બાઉલમાં વ્હીપ કીમ્ કાઢી લો પછી તેમાં ૧/૨ આઈસ કયુબ નાખીને બીટર થી બીટ કરી લો સેમી ફલપી રાખવાનો છે એ થઈ જાય એટલે તેમાં મિલ્ક પાઉડર આઈસીંગ ખાંડ કોન પાઉડર ઠંડુ દૂધ નાખી ને પાછુ બીટ કરી લો તમે જોઈ શકો છો આ રીતે આઈસ્ક્રીમ ની કંસીસટેનસી આ રીતે રાખવી હવે એક કોઈ પણ એલ્યુમિનિયમ ડબ્બો લઈ લો પછી તેમાં સેટ કરી લો કોઈપણ ફ્લેવર્સ એસંસ આઈસ્ક્રીમ ના નાખી શકો છો મે રાજભોગ આઈસ્ક્રીમ બનાવી છે
એસેન્સ નાખી ને મિક્સ કરી લો પછી તેને ફી્ઝર મા સેટ કરવા મૂકો ૮/૯ કલાક સુધી તમે જોઈ શકો છો આ રીતે આઈસ્ક્રીમ બનીને તૈયાર છે થઈ જાય એટલે તેને ગાર્નિશ કરી લો મે અહીં ઓરીયો બિસ્કીટ થી ગાર્નિશ કરીયુ છે
મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mengo ice cream
- 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ
- 1 નંગ મોટી કેરી
- 1 ટી સ્પૂન gmc પાવડર
- 2 ટી સ્પૂન cmc પાવડર
- 1/2 વાટકી ખાંડ
- 3 ટી સ્પૂન મલાઈ
દૂધ ને ખાંડ નાખી ખૂબ ઉકાળો..અને બન્ને પાઉડર અલગ અલગ ઠંડા દૂધ માં મિક્સ કરી ઉકળતા દૂધ માં ઉમેરો.કેરી નાં ટુકડા કરી ક્રશ લો. 15 મિનિટ ઉકાળી ગેસ બંધ દો.ઠંડું થાય એટલે એમાં કેરી નો પલ્પ ઉમેરી ક્રશ ઉમેરી દો. ઠંડું કરી એલ્યુમિનિયમ અથવા પ્લાસ્ટિક નાં ડબ્બા માં ફ્રીઝ કરવા મૂકી દો 8,9 કલાક પછી જામી ગયેલા આઇસ્ક્રીમ ને ફરી વાર ક્રશ કરી લો.અને મલાઈ મિક્સ કરી ને ફરી જમાવવા મૂકી દો. તૈયાર થયેલા આઇસ્ક્રીમ નાં સ્કુપ કાઢી સ્યુગર સીરપ અને કિસમિસ,બદામ થી ગાર્નિશ કરી મેંગો આઇસક્રીમ ની મજા માણો.
બદામ આઈસ્ક્રીમ બનાવવાની રીત | bdam icecream
- 500 મીલી અમૂલ દૂધ
- 1 પેકેટ આઈસ્ક્રીમ મિક્સ પાઉડર
- 1 બાઉલ કાજુ – બદામ ના ટુકડા
1સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવું. તેમાં 1 ઉભરો આવે એટલે આઈસ્ક્રીમ પાઉડર ઉમેરી સતત હલાવતા રહેવું. તેમાં ગાંઠા ન રહે તે રીતે હલાવવું.7 મિનિટ પછી ગેસ બંધ કરી રૂમ ના તાપમાન મુજબ ઠંડુ થવા મૂકી દેવું. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને એર ટાઇટ કન્ટેનર માં ભરી ફ્રીઝર માં 2 થી 3 કલાક સેટ થવા મૂકવું. ત્યારબાદ બ્લેન્ડર ફેરવી ફરી થી સેટ થવા મૂકવું. બીજી વખત મૂકતી વખતે કન્ટેનર માં નીચે કાજુ બદામ પાથરવા, ત્યારબાદ મિશ્રણ રેડવું, ત્યારબાદ ફરી કાજુ બદામ ઉમેરવા, પછી બંધ કરી 8 થી 10 કલાક માટે આઈસ્ક્રીમ સેટ થવા મૂકવો. 10 કલાક પછી સેટ થઈ જાય એટલે ઠંડો આઈસ્ક્રીમ સર્વ કરવો.
- દરેક મહિલાને કિચન કિંગ બનવા માટે વાંચી લો આ ખાસ ટીપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
- અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી
- તમે ઘરે જ અપનાવી જુઓ અનેક અવનવી હેલ્થ ટીપ્સ , રસોઈ ટીપ્સ , કિચન ટિપ્સ
- દરેક અજમાવી જુઓ એવી ટીપ્સ કે તમે ક્યારેય ન સાંભળી હોય રંગીન કપડાનો કલર ઉતરે છે | કિચન ટિપ્સ | રસોઈ ટીપ્સ
- ઉનાળામાં નવું એસી ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એસીનું બીલ ઓછું આવે એ માટે શું કરવું જોઈએ
- અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી
- મહિલાઓને રસોડામાં કામ સરળ બનાવે તેવા અલગ અલગ ખીરુ બનાવવાની રીત વાંચો અને શેર કરો
- બાળકોને મનપસંદ અલગ અલગ પ્રકાર ના નાસ્તા બનાવવા માટેની રીત
- બજાર જેવા જ મસાલા બનાવવા માટેની રીત વાંચો અને શેર કરો
- કાચી કેરીની અલગ અલગ રેસીપી બનાવવાની રીત વાંચો અને શેર કરો