ઘી વધારે ગરમ થઈ ગયું હોય એટલે કે તળિયે બેસી ગયું હોય તો ઘીમાં ગંધ આવે છે આ બળેલી ગંધ દૂર કરવા માટે ઘીમાં આ એક વસ્તુ ઉમેરી દેવાથી ઘીમાં બળેલી ગંધ આવતી નથીઘી બળી ગયું હોય તો એમા કાપેલું બટાટું નાખવાથી બળવાની ગંધ દૂર થઈ જશે.-
ઉનાળા માં ચામડી પર જામેલ મેલ સાફ કરવા માટેગ્લિસરીન ગુલાબ જળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો. આ મિશ્રણથી માલીશ કરવાથી ચામડી સાફ થશે અને હાથ-પગમાં પડેલા ચીરા મટી જશે.
નારીયલ નો ભાગ પીળો થતો અટકાવવા માટેતાજા નાળિયેરના અડધા ભાગને પીળો થતો અટકાવવા માટે એના પર છૂટથી મીઠું ચોપડી તો ફ્રીજમાં મૂકી દો.
ગંદા અને ચીકણા થઈ ગયેલા કિચન ડસ્ટરને અડધો કલાક સુધી ચણાનો લોટ ભેળવેલા પાણીમાં ભીંજવ્યા પછી તેને ધોવાથી ડસ્ટર સ્વચ્છ થશે અને ચીકાશ પણ નીકળી જશે.
ગમે એવો દાંતનું દુખાવો ચપટીમાં ભગાડવા માટે હીંગને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.- પકોડાને કરકરા તથા ફુલેલા પોચા, નરમ બનાવવા લોટમાં ચપટી ફ્રુટ સોલ્ટ ભેળવવો
ઉપયોગ કરતા વધારે બટાટાની છાલ ઉતરી ગઈ હોય તો બટેકા ને બે દિવસ સુધી તાજા રાખવા માટે શું કરવું ઉપયોગમાં લેવાના હોય તેના કરતાં વધુ પ્રમાણમાં બટાકાની છાલ ઉતારી દીધી હોય તો હવે આ બટાકાનું શું કરવું ? એમ વિચારી મુંઝાશો નહીં વધેલા બટાકાને વિનેગારના થોડા ટીપાં ભેળવેલ પાણીમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખી દેવા, ત્રણ – ચાર દિવસ સુધી બગડશે નહીં.
કાચના ગ્લાસ તૂટ્યા વગર એકબીજા માંથી છૂટા કરવા માટે ઘણી વખત કાચના ગ્લાસ એકબીજામાં ભેગા થઈ જવાથી ગ્લાસ તૂટી જવાની સંભાવના વધી જાય છે જો તમે આ ટિપ્સ અપનાવશો તો કાચના ગ્લાસ આસાનીથી છુટા પડી જશે અને કાચ તૂટશે પણ નહીં કાચના ગ્લાસ એકબીજામાં ભરાઈ ગયા હોય તો તેને છુટા પાડવા ઝાઝી મહેનત ન કરશો નહીં, એક રાત્રિ માટે તેને રેફ્રિજરેટરમાં મૂકી દો. સવારે બહાર કાઢી છુટા પાડો તરત પડી જશે.
લસણ ફોલતી વખતે હાથમાંથી લસણની દુર્ગંધ દૂર થતી નથી પરંતુ આ ટીપ અપનાવશો તો હાથમાંથી લસણની દુર્ગંધ તરત દૂર થઈ જશે દુર્સણની દુર્ગંધ હાથમાંથી દુર કરવા આદુનો ટુકડો આંગળીએ ઘસવો. બોલપેનની શ્યાહીના ડાઘા દૂર કરવા ડાઘા પર ટુથપેસ્ટ ઘસો સૂકાઈ જાય બાદ સાબુથી ઘસી ધોઈ નાખો.
સંડાસની પાણીની ટાંકીમાં વધેલા સુગંધિત સાબુનો ટુકડો રાખી દો. જેટલી વાર ફ્લશ કરશો તેટલી વખત બાથરૂમમાં સાબુની સુગંધ છવાઈ જશે.- વટાણાનો લીલોછમ રંગ જળવાઈ રહે તે માટે વટાણા રાંધતી વખતે તેમાં ત્રણ-ચાર ટીપાં વિનેગારમાં ભેળવી દેવા.
વટાણાનો લીલોછમ રંગ જળવાઈ રહે તે માટે | ઉનાળા માં ચામડી પર જામેલ મેલ સાફ કરવા | કાચના ગ્લાસ તૂટ્યા વગર એકબીજા માંથી છૂટા કરવા માટે |ઉપયોગ કરતા વધારે બટાટાની છાલ ઉતરી ગઈ હોય તો બટેકા ને બે દિવસ સુધી તાજા રાખવા માટે શું કરવું|