કફ , ખાંસી , ઊલટી , દમ , તુણા , કૃમિ અને વિષનો નાશ કરે છે આ જાયફળ અને જીવત્રી

0

જાયફળ અને જીવત્રી = જાયફળ કડવું , તીક્ષ્ણ , ઉષા , ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર , મળને રોકનાર ગ્રાહી , સ્વર માટે હિતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે . એ મોઢાનું બેસ્વાદપણું , મળની દુર્ગંધ , કૃમિ , ઉધરસ , ઊલટી – ઊબકા , શ્વાસ – દમ , શોષ , સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે . જાયફળ ઊંઘ લાવનાર , વીર્યના શીધ્ર અલનને મટાડનાર તથા મૈથુનશક્તિ વધારનાર છે .

જાવંત્રી હલકી , મધુર , તીખી , ગરમ , રૂચિકારક અને વર્ષ કારક છે . એ કફ , ખાંસી , ઊલટી , દમ , તુણા , કૃમિ અને વિષનો નાશ કરે છે . |

( ૧ ) માથાના ઉગ્ર દુ : ખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં કે દારૂ માં ઘસી ચોપડવાથી લાભ થાય છે , ( ૨ ) અનિદ્રમાં બેથી ચાર રતિ જાયફળ અને એટલું જ પીપરીમૂળ દૂધ સાથે સૂવાના અર્ધા કલાક પહેલાં લેવું .

( 3 ) બાળકોની શરદીમાં જાયફળ ચૂર્ણ એક રતિ અને સૂંઠનું ચૂર્ણ એ ક રતિ મધ સાથે સવાર – સાંજ આપવું . ( ૪ ) પેટમાં ગૅસ ભરાય , ઝાડો થાય નહિ ત્યારે લીંબુના રસમાં થોડું જાયફળ પસી , એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગૅસ છૂટે છે તથા ઝાડો થાય છે ,

( ૫ ) ખીલ , જાંબલી અને ચહેરા પરના કાળા ડાધ દૂર કરવા જાયફળ દૂધમાં ઘસી લગાવવું . ( ૬ ) ઝાડા મટાડવા ૪થી ૬ રતિ જાયફળનું ચૂર્ણ લીંબુના શરબત સાથે સવાર – સાંજ લેવું .

( ૭ ) ઝાડા સાથે પેટના દુખાવામાં જાયફળ , લવિંગ , જીરુ , શુદ્ધ ટંકણ દરેકનું સમભાગે ચૂર્ણમાંથી એકથી શેઠ ગ્રામ મધ – સાકર સાથે સવાર – સાંજ લેવું . પથ્ય ખોરાક લેવો . ગર્ભિણી અને ૨ક્તસ્ત્રાવજન્ય રોગવાળાએ લેવું

( ૮ ) પેટનો દુઃખાવો , ઊબકા તથા અતિસારમાં જાયફળ શેકીને આપવામાં આવે છે ( ૯ ) સાંધાના દુઃખાવા પર જાવંત્રીના તેલનું હળવું માલિશ કરવું .

( ૧૦ ) પાતળા ઝાડા થતા હોય તો શેકેલા જાયફળ , સૂંઠ , અને કડાછાલ દરેકનું ૧ / ૪ , ૧ / ૪ ચમચી ચૂર્ણ મધ સાથે સવાર – સાંજ લેવાથી અને ઉપર તાજી છાસ પીવાથી મટે છે .

( ૧૧ ) મોં બેસ્વાદ થઈ ગયું હોય , ખોરાક પર અરુચિ હોય અને આહાર પચતો ન હોય તો શેકેલા જાયફળનું ચૂર્ણ પા ચમચી , કાળા મરીનું ચૂર્ણ ૧ ગ્રામ અને સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ આદુના રસ સવાર – સાંજ લેવાથી ફાયદો થાય છે .

મુશ્કેલીઓ આપણને હંમેશા બળવાન બનાવે છે . – જવાહરલાલ નહેરૂ

( ૧૨ ) ઊંઘ આવતી ન હોય તો શેકેલા જાયફળનું ચૂર્ણ છ ચોખા ભાર , જટામાસીનું ચૂર્ણ ૧ ગ્રામ , અશ્વગંધાનું ચૂર્ણ ૩ ગ્રામ , ગંઠોડાનું ચૂર્ણ ૨ ગ્રામ , સર્પગંધાનું ચૂર્ણ ૧ ચોખા ભાર મધ કે ઘીમાં ચાટવાથી સરસ ઊંઘ આવે છે . , કાર

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here