Thursday, June 1, 2023
Homeકિચન ટીપ્સઉપયોગમાં આવે તેવી કિચન કિંગ બનવા માટેની ટીપ્સ

ઉપયોગમાં આવે તેવી કિચન કિંગ બનવા માટેની ટીપ્સ

આ નાની – નાની ટિપ્સ અજમાવી જુઓ જે તમને કિચન સુપર સ્ટાર બનાવી દેશે દરેક મહિલાઓ રસોઈ બનાવવા માટે અનેક tips અજમાવતી હોય છે જો તમે આ રસોઈ ટીપ્સ અને કિચન ટીપ્સ વાંચી લેશો તો તમે જરૂર કિચન કિંગ બની જશો

કટલેસનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેસ બરાબર વાળી શકાશે. અને હાથમાં ચોટશે નહિ.

લસણના ફોતરા ઝડપથી ઉતારવા માટે લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે.

જો તમને મચ્છર કરડે તો તેના પર ખંજવાળ આવે છે તો મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છે .

એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુઃખાવામાં રાહત થાય છે . ગરમ પીણાં જેવા કે ચા , દૂધ , કોફી પડવાથી દાઝી જવાય તો તરત જ મીઠું ભભરાવી દેવાથી બળતરા પણ નહીં થાય તેમજ છાલા પણ નહીં પડે .

બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ એક કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઇ જશે. સિલ્કની સાડીઓની વચ્ચે બે – ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે .

દૂધ મેળવતી વખતે તેમાં નાળિયેરના બે – ત્રણ ટુકડા રાખવાથી દહીં બે – ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય . દાળ – શાક – સંભારનો લાલ ચટક રંગ રાખવા તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાની ભૂક્કી નાખવી .

આદુ – મરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવાથી આદુ – મરચાં કાળા નથી પડતા તેમજ જલદી બગડતા નથી . મગની દાળના ભજીયા ક્રિસ્પી બનાવવા માટે મગની દાળના ભજિયા માટે દાળ થોડી કરકરી રાખવાથી ભજિયા ક્રિસ્પી બને છે .

રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે . ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે . કલિંગરના ટુકડાને મિકસરમાં નાખી તેમાં સાથે પાણી , સાકર તેમજ રોજ શરબત ભેળવી લિકવિડાઇઝ કરી ગાળી ઠંડુ કરી પીવાથી સ્વાદિષ્ટ જ્યૂસ તૈયાર થાય છે . ગરમીમાં ઠંડા – ઠંડા કુલનો એહસાસ કરાવે છે.ઇચ્છો તો બરફના ઝીણા ટુકડા કે ક્રશ કરેલો બરફ પણ નાખી શકાય.તેનાથી જ્યૂસ વધુ સ્વાદિષ્ટ લાગે છે.કલિંગરના નાના – નાના ટુકડા જ્યૂસમાં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે .

શું ધ્યાન રાખવું ? ચા , ઉકાળો , સૂપ કે અન્ય કોઈ પણ ચીજમાં જ્યાં – જ્યાં આદુંનો ઉપયોગ કરતા હોય એના બદલામાં ત્યાં સૂંઠના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય . સૂંઠ સારી છે , પણ જેમને હાઇપરટેન્શનની તકલીફ હોય તેમણે એનો ઉપયોગ ન કરવો . પ્રેગ્નન્સીમાં પણ નિષ્ણાંતની નિગરાનીમાં જ સૂંઠનો ઉપયોગ કરવો . વટાણાના દાણા જેટલી ગોળ – સૂંઠની લાડુડી રોજ નરણા કોઠે લેવાથી વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા સુધરે છે સૂંઠની ગાંગડીને પાણીમાં ઘસીને એનો લેપ માથે કરવાથી કફજન્ય માથાના દુખાવામાં તરત રાહત મળે છે . શરૂઆતમાં થોડુંક બળે અને ત્વચા ખેંચાય તો ચિંતા કરવી નહીં .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments