મહિલાઓને સુપર સ્માર્ટ બનાવશે આ ૧૧+ કિચન ટીપ્સ

બ્લેન્ડરની  ધાર તેજ કરવા માટે ઈંડાના છોતરાને મિક્સરમાં દળવાથી બ્લેડની ધાર તેજ થશે આમ તમારે બ્લેન્ડરની ધાર બજારમાં નહિ કરાવી પડે. વાસણના તળિયે વાનગી બળીને ચોટી ગઈ હોય તો ગભરાશો નહીં . વાસણમાં મીઠાનું પાણી ભરી થોડા કલાક રહેવા દો . ધીમા તાપે ગરમ કરો. ચોટેલી વાનગી સરળતાથી છૂટી પડી જશે,

જો તમે જમ્યા પછી અપચો રહેતો હોય તો એક ગ્લાસ હુકાળા પાણીમાં એક ચમચો લીંબુનો રસ , એક ચમચો આદુનો રસ તથા બે ચમચા મધ ભેળવી પીવાથી અપચામાં રાહત થાય છે. સાંધાના દુખાવાથી છુટકારો પામવા માંગતા હોય તો  સાંધા પર નિયમિત લીંબુનો રસ લગાડવાથી રાહત થશે.

કપડાં પર કાંજી કરતી વખતે તેમાં થોડું મીઠું ભેળવી દેવાથી સ્ત્રી કરતી વખતે કાજી ચોટશે નહીં . લીંબુના રસને લાંબા સમય સુધી તાજો રાખવા થોડું મીઠું ભેળવી દેવું આમ કરવાથી લીંબુનો રસ લાંબા સમય સુધી તાજો રહેશે કડવો નહી પડે.

શાકભાજીને બારેમાસ સ્ટોર કરવા માટે શાકભાજીને આ રીતે સાચવીને બારે માસ તેનો આનંદ માણી શકાય છે . પાલક , મેથી , ફુદીના જેવી પાંદડાવાળી ભાજીને ડુખેથી ચૂંટીને છાંયડે સૂકવીને ભરી લો. ટામેટા , ડુંગળી , આદુંના ઝીણા ટુકડા કરી તડકે સુકવીને પાઉડર બનાવીને ભરી લો. વટાણાના દાણાને એક મિનિટ ઉકળતા પાણીમાં પછી એક મિનિટ બરફના ઠંડા પાણીમાં રાખી કોરા કરીને પોલિથિન બેગમાં બરાબર પેક કરવાથી લાંબો સમય રહે છે,

કપડા પર ગુંદરનો ડાઘ પડી ગયો હોય તો તેના પર બરફ ઘસી લો , ગુંદર ઉખડી જશે . ચટણી બનાવ્યા પછી ઉપરથી એક ચમચો પીગળેલું માખણ ઉમેરવાથી ચટણીના સ્વાદ અને પૌષ્ટિકતા બંનેમાં વધારો થશે .  કારેલાનું શાક બનાવતી વખતે તેમાં મેથીનો પાઉડર નાંખશો તો કારેલાની કડવાશ ઓછી થઈ જશે .  સૌજીની ઉપમા બનાવતી વખતે થોડો અથાણાનો મસાલો નાંખવાથી સ્વાદમાં ઓર લિજ્જત આવશે , કપડા ધોયા પછી ગળીનું પાણી વધે તો તેનાથી પોતા મારવાથી ઘર ચમકી ઊઠશે .

જૂનાં પુરાણા ફાટેલા મોજાં ભેગાં કરીને જાડા દોરાથી સીવી લો એનાથી ફર્શની સફાઈ માટેનું સુંદર પોતું તૈયાર થઈ જશે . ધોયેલા સફેદ સ્વેટરની પીળાશ દૂર કરવા સ્વેટરને સરકો અને મીઠું નાંખેલા પાણીમાં ડુબાડી રાખો . પછી હુંફાળા પાણીમાં બોળીને સૂકવી દો .

Leave a Comment