Homeહેલ્થ ટીપ્સનવરાત્રીના ગરબા રમવા જવાના હોય તો સુંદર દેખાવા માટે અપનાવો મેકઅપ ટીપ્સ

નવરાત્રીના ગરબા રમવા જવાના હોય તો સુંદર દેખાવા માટે અપનાવો મેકઅપ ટીપ્સ

ખીલની સમસ્યાથી છૂટકારો પામવા ૨૫ ગ્રામ અજમામાં ૨૦ ગ્રામ દહીં નાખી વાટી લેવું . રાતે સૂતી વખતે ચહેરા પર લેપ લગાડી દેવો , સવારે હુંફાળા પાણીથી ધોઈ નાખવો . આ પ્રયોગ નિયમિત કરવાથી ખીલમાં  અવશ્ય ફાયદો થશે . પગે કણી પડી હોય તો દરરોજ હૂંફાળા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એમાં પગ ડુબાડી રાખો . એ પછી સૂર્યમુખીનું તેલ અને વિનેગર સમભાગે લઈને કણી અને એની આસપાસના ભાગમાં માલિશ કરો . ધોયા વગર આખી રાત રહેવા દો . એક જ અઠવાડિયામાં કણી સાફ થઈ જશે .

ઝડપથી , ઝંઝટ વગર અને સરળતાથી પેડિક્યોર કરવા માટે એક ચમચો ઘઉંનો લોટ , ચપટી હળદર અને લીંબુનો થોડો રસ મિક્સ કરીને પગ ઉપર ઘસો . સાધારણ ત્વચાને રૂક્ષ થતી રોકવા પાંચ ચમચી ચોખાનો લોટ , એક ચમચી દૂધ , ચપટી હળદર , એક ઈંડાની ફીણેલી સફેદી , થોડાં ટીપાં લીંબુનો રસ , થોડું ગુલાબજળ અને સહેજ કોપરેલ મિક્સ કરીને એ માસ્ક ચહેરા પર લગાડો .

કમળકાકડી સૂકવીને તેનો પાઉડર બનાવી દૂધમાં મેળવીને જાડી પેસ્ટ બનાવો. તૈલી ત્વચાવાળા માટે આ શ્રેષ્ઠ કલીન્ઝર સાબિત થશે . બદામ , પીસ્તા , કાજુ અને અખરોટનો કરકરો ભૂકો કરીને ફ્રીજમાં રાખી મૂકો . થોડું થોડું લઈ જરાક દૂધ ઊમેરી ફેઈશ સ્ક્રબ તરીકે વાપરો . –  મધ , મલાઈ અને બદામનો ભૂકો સરખે ભાગે લઈ મિક્સ કરો . રૂક્ષ ત્વચા માટે સરસ માસ્ક બની રહેશે .

નયણા કોઠે ૧૦૦ થી ૧૫૦ ગ્રામ ગાજરનો રસ બે અઠવાડિયા સુધી પીવાથી અજીર્ણની ફરિયાદ દૂર થાય છે .  ચહેરા પરના ખીલથી છૂટકારો મેળવવા ૨૦ ગ્રામ મલાઈમાં એક લીંબુ નિચોવી ચહેરા પર લગાડી હુંફાળા પાણીથી ધોઈ નાખવું . તાજાં આંબળાનો રસ કાઢી બરાબર માત્રામાં મધ ભેળવી પીવાથી આંખની જ્યોતિ વધે છે . લીંબુના રસમાં આમળાનો પાવડર ભેળવી , વાળના મૂળમાં લગાડવાથી વાળ ઝડપથી વધશે . આંખોમાંથી પાણી વહેતું હોય તો સ્વચ્છ રૂથી આંખોની પાંપણ પર સવાર – સાંજ ગોમૂત્ર લગાડવું , દાઝી જવાય તો ગાજરને વાટી તેનો લેપ કરવો તો બળતરા શાંત થશે

છ ભાગ લીબુનો રસ અને બે ભાગ ગ્લીસરીન મિક્સ કરીને ત્વચા ઉપર ઘસવાથી ત્વચા તંદુરસ્ત રહે છે . જો તમારા નખનો રંગ ખરાબ થઈ ગયો હોય તો તેના પર લીંબુની છાલ નિયમિત રીતે ઘસો . તેનાથી નખનો કુદરતી રંગ પાછો આવશે . ત્વચા ઉપર ડાઘ પડ્યા હોય તો એક ચમચો ચણાનો લોટ , એક ચમચો લીંબુનો રસ , એક ચમચો દહી , એક ચમચો દૂધ , એક ચમચો ગુલાબજળ અને મધના થોડાં ટીપાં મિક્સ કરીને લગાવો આમ ત્વચા પર
કાળા ડાઘ પડતા નથી .

مقالات ذات صلة

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

الأكثر شهرة

احدث التعليقات

અમારી આ પોસ્ટ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર મિત્રો કેવી લાગી તમને આ અમારી પોસ્ટ તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & share કરો.  ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો