મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
લીલી તુવેરની રેસીપી | lili tuverni recipe | સાંજનું મેનુ | લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત
લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત: સરસ નવો નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે અને બાળકોથી ને મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે આની જે રેસીપી છે એ પણ એકદમ સરળ છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ તમે આને બનાવી શકો છો આ નાસ્તાની તમે લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ…
શિયાળાનું પ્રખ્યાત લીલુ ઊંધિયું શાક બનાવવાની રીત | green undhiyu banavvani rit | SURATI UNDHIYU
SURATI UNDHIYU: આજે આપણે બનાવીશું સુરતી લીલું ઊંધિયું ગ્રીન બનાવીશું આમાં આપણે કોઈપણ મસાલા ભર્યા વગર એકદમ ઈઝી આસાનીથી SURATI UNDHIYU બનાવીશું અને આ ઊંધિયું એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ છે આ રેસિપીથી તમે પાંચથી છ લોકો માટે આ લીલું ઊંધિયું બનાવી શકો છો લીલું ઊંધિયું બનાવવા જરૂરી સામગ્રી | સુરતી લીલું ઊંધિયું બનાવવાની…
શિયાળામાં બનાવી શકાય તેવી સ્પેશીયલ રેસીપી | મૂળાની ઢોકળીનું શાક બનાવવાની રીત | mulani dhokali
મૂળાની ઢોકળીનું શાક બનાવવાની રીત | winter sabji જરૂરી સામગ્રી | ingredients: 1/2 ઘઉંનો લોટ , સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી અજમો , હળદર, હિંગ, ધાણાજીરું, લાલ મરચું પાવડર, ૨ ચમચી તેલ, મૂળાની ઢોકળી બનાવવાની રીત | mulani dhokali banavvani rit આ રેસીપી પોષક તત્વોથી ભરપૂર છે અને હજુ સુધી તમે ક્યારેય મૂળાની ઢોકળી ટ્રાય…
