મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઉપયોગમાં આવે તેવી 13 કામની કિચન ટીપ્સ
1) ચોખાને આખું વર્ષ તાજા રાખવા અને જીવાત થતી અટકાવવા માટે આટલું કરો ચોખા ના ડબ્બામાં ફૂદીનાના પાન અથવા લસણ રાખવાથી ચોખા આખું વર્ષ તાજા રેહશે. અને ચોખામાં જીવાત થતી બચી જશે 2) આદુ મરચાની પેસ્ટ કાળી ન પડે એ માટે આદુ મરચાની પેસ્ટ બનાવીને રાખી એટલે થોડા સમયમાં કાળી પડી જાય છે જો આ…
તમારા બાળકને ખરાબ આદતથી છુટકારો મેળવવા જરૂર વાંચજો અને શેર કરજો
તમારું બાળક ફોન જોતા જોતા જ જમે છે ફોન વગર નથી જમતું: આ ફોનની આદત છોડાવવા માટે આટલું કરો સતત મોબાઈલની આદતને લીધે બાળકને ડ્રાય આંખની સમસ્યા થઈ શકે છે. બાળકને નવી નવી વાતો શીખવાડવા માટે મોબાઈલના બદલે જુદા જુદા પુસ્તક પસંદ કરો. આજના માતા પિતાને પોતાના બાળકને પ્રેમથી જમાડવાનો સમય નથી હોતો આજના જમાના…
કામમાં આવે તેવી 14 કિચન ટિપ્સ
1) એકને એકજ શાકના સ્વાદથી કંટાળો ગયા છો તો તમારા શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અને શાક નાના મોટા દરેક લોકોને ભાવે એવું બનાવવા માટે શાક મા શીંગદાણા અથવા તલ નાખવ જોઈએ આમ કરવાથી તમારા શાકનો ટેસ્ટ ખુબ સરસ આવશે બધા હોંશે હોંશે ખાશે 2) આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે ગ્રેવી વાળા…
