ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હું ૩૨ વરસની મહિલા છું અને એક બાળકીની માતા છું. પહેલાં તો મારી ત્વચા એકદમ સ્વચ્છ હતી પરંતું બાળકીના જન્મ બાદ ત્વચા પર કાળા ડાઘ થઇ ગયા છે. યોગ્ય સલાહ આપવા વિનતી

    મારા વાળ સુંદર અને લાંબા છે અને હંમેશા તેવા જ રહે તેમ હું ઇચ્છું છું. તો મને વાળની દેખભાળ કરવાની યોગ્ય રીત જણાવશો. હું ૧૮ વરસની યુવતી છું. મારા વાળ સુંદર અને લાંબા છે અને હંમેશા તેવા જ રહે તેમ હું ઇચ્છું છું. તો મને વાળની દેખભાળ કરવાની યોગ્ય રીત જણાવશો.  અઠવાડિયે એક વખત હુંફાળા તેલથી…

  • મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

    ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ એક જાતની ફુગ જે ઝેરી તત્વો ધરાવે છે શોધવાની સાદી પદ્ધતિ: એક ગ્લાસમાં મીઠાનું પાણીલો અને તેમાં ઘઉ નાખો. બાજરામાં લાંબા સ્લેટ કલરના તત્વો જોવા મળે તો અરગોટ હશે. અરગોટ…

  • ફુદીનાના પાન જડમુળથી દુર કરશે આ જટિલ રોગ

    ફૂદીનાના ઔષધિય ગુણ ખુબ છે ફુદીનો ઉનાળાની સિઝનમાં ખાવો ખુબ ફાયદાકારક માનવામાં આવે છે  પેટમાં ગરબડ થવી , વારંવાર ઉલટી જેવું થવું, પેટમાં ગેસનો ભરાવો થવો ફુદીનાનાં તાજા પાનનો રસ એક ચમચો માત્રા જેટલો લઇ અડધો કપ પાણી સાથે ભેળવી પીવું. આમ નિયમિત લેવાથી પેટમાં ગરબડ થવી , વારંવાર ઉલટી જેવું થવું, પેટમાં ગેસનો ભરાવો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles