ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • એક પણ રૂપિયાના ખર્ચ વગર હેલ્થ ટીપ્સ

    જ્ઞાન મુદ્રા કરવાથી વિચારવાની શક્તિ તેજ થાય છે અને તેનાથી ચિડચિડાપન અને માનસિક રોગથી પણ છુટકારો મળે છે. સવારનો નાસ્તો એક એવી ડાઈટ છે જેના પર આપણી 50 % હેલ્થ નિર્ભર કરે છે, સવારના નાસ્તામાં તમારે ફણગાવેલા કઠોળ અને મોસમી ફળ અને ડ્રાયફ્રુટ ખાવા જોઈએ.  જયારે આપણે દોડીએ છીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું સરક્યુલેશન વધી જાય…

  • ઉંમર વધતા બાળકોનો ખોરાક(6 માસ-1 વર્ષ) સુધી બાળકને શું ખોરાક આપવો જોઇએ

    6 માસથી એક વર્ષના બાળકને આપવામાં આવતો ખોરાક અને જરૂરી પોષણ મળી રહે તે માટેની અગત્યની માહિતી બાળક જન્મ્યા ના પ્રથમ વર્ષમાં બાળકની વૃદ્ધિ અને વિકાસની ગતિ વધુ ખુબ હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ પછી તેનું વજન પહેલા ચાર મહિનામાં બે ગણું વધે છે, ત્યારબાદ પ્રથમ વર્ષગાંઠ સુધીમાં તેનું વિકાસ ત્રણ ગણું થાય છે.…

  • દરેક મહિલાને કામમાં આવે તેવી ૩૦+ કિચન ટીપ્સ

    અનાજ બગડતા અટકાવવા માટે અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી. ભરેલા પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સફળતા રહે છે ….. જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે . શાક ની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles