ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કિચનને ટીપટોપ રાખવા માટે સરળ ઉપાયો એકવાર અજમાવી જુઓ

    દરેક મહિલાઓ રસોડાને સ્વચ્છ  રાખવા માટે અનેક ઉપાયો કરતી હોય છે છતાં પણ  બનાવતી વખતે  થોડું ઘણું રસોડામાં નીચે કે પ્લેટફોર્મ પર પડતુ હોય  છે જેનાથી રસોડાની લાદી ચીકણી થઇ જાય છે. આમ લાદી પર  તેના પર ચાલવાથી પગ ચોંટે છે ક્યારેક ભીનું થાય તો લસડી પણ જવાઈ છે. અહી ગૃહિણીઓને ઉપયોગી થાય એવી કિચન…

  • વેલેન્ટાઇન ડે સ્પેશીયલ રેસીપી નોંધી લો

    શું તમે પણ વેલેન્ટાઇન ડે સ્પેશીયલ બનાવવા માંગો છો તો આ રહી આજના દિવસની રેસીપી ગાર્લિક બ્રેડ બનાવવા માટે જરૂરી સામગ્રી: ચાર સ્લાઇસ બ્રેડ (મોટી) ચાર કળી લસણ-વાટેલું મીઠું મરી સ્વાદ પ્રમાણે બે ગ્રામ બટર ગાર્લિક બ્રેડ  બનાવવાની રીત: બટરમાં વાટેલું લસણ તથા મીઠું અને મરી મિક્સ કરી લેવા. (બટર વધારે ખાતા હો તો બ્રેડની…

  • પ્લાન કરો આવતા અઠવાડિયામાં રવિવારનું મેનુ

    દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે.  તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ રવિવારે સવારે બનાવાનો નાસ્તો: કોથમીર મરચા બિસ્કીટ ભાખરી બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કપ ઘઉંનો ઝીણો લોટ 1 કપ ઘઉંનો કરકરો લોટ 1/4…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles