ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મકરસંક્રાતિ પર બનાવો આ સ્પેશિયલ રેસીપી

    ખીચડો: ઉત્તરાયણમાં ખીચડો પ્રોટીન થી ભરપૂર હોય  છે. અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો દર વર્ષે  બને જ છે. તમે પણ શીખી લો ઉતરાયણ સ્પેશિયલ ખીચડો રેસીપી ખીચડો બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ ઘઉં ના ફાડા ૧ કપ મિક્ષ દાળ (તુવેર,ચણા, મગ ની મોગર દાળ, મસૂર ની) ૩૦ મિનિટ પલાળેલી ૧ કપ મિક્ષ કઠોળ (દેશી ચણા, કાબુલી…

  • એકસાથે દાદીમાના ૩૦+ રોગો માટેના આયુર્વેદિક ઘરગથ્થું નુશખા

    કેટલાક રોગોના સરળ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો. અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવું. અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. અનિંદ્રા – ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું…

  • ઉત્તરાયણ પર બનાવો સુરતી પ્રખ્યાત ઊંધિયું

    સુરતી જૈન ઊંધિયું બનાવવા માટે જરૂરી સમગ્રી: 200 ગ્રામ સુરતી પાપડી ૨૦૦ ગ્રામ વટાણા વીણેલા 100 ગ્રામ લીલા ચણા 100 ગ્રામ તુવેરના દાણા 2 કાચા કેળા 1/2વાટકી કોપરાનું ખમણ ૩-૪ લીલા મરચા ની પેસ્ટ 1 ઝૂડી કોથમીર બારીક સમારેલી 1 કપ બારીક સમારેલી મેથી ૧ ચમચો ચણાનો લોટ 1 કપ ઘઉંનો કરકરો લોટ 1/4 ચમચી હળદર 2 ચમચા ધાણાજીરૂ 1/4 ચમચી હિંગ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles