ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉત્તરાયણ પર બનાવો સુરતી પ્રખ્યાત ઊંધિયું

    સુરતી જૈન ઊંધિયું બનાવવા માટે જરૂરી સમગ્રી: 200 ગ્રામ સુરતી પાપડી ૨૦૦ ગ્રામ વટાણા વીણેલા 100 ગ્રામ લીલા ચણા 100 ગ્રામ તુવેરના દાણા 2 કાચા કેળા 1/2વાટકી કોપરાનું ખમણ ૩-૪ લીલા મરચા ની પેસ્ટ 1 ઝૂડી કોથમીર બારીક સમારેલી 1 કપ બારીક સમારેલી મેથી ૧ ચમચો ચણાનો લોટ 1 કપ ઘઉંનો કરકરો લોટ 1/4 ચમચી હળદર 2 ચમચા ધાણાજીરૂ 1/4 ચમચી હિંગ…

  • દરેક મહિલાને કામમાં આવે તેવી સૌંદર્ય ટીપ્સ

    જો તમારા ઘરમાં માખીનો ત્રાસ વધી ગયો છે તો પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં તથા રસોડાના પ્લેટફોર્મ પર પોતું કરવાથી માખીનો ત્રાસ ઓછો થશે. ચહેરા અને ગરદન પરનો મેલ દુર કરવા માટે બે ચમચા મુલતાની માટી, એક નાનો ચમચો બદામનું તેલ, એક મોટો ચમચો મધ ભેળવી પેસ્ટ બનાવી આ પેસ્ટને 20 મિનિટ સુધી મોં પર લગાડી…

  • ફૂલ ટેસ્ટી લચ્છા પરાઠા બનાવવાની રીત

    ફૂલ ટેસ્ટી લચ્છા પરાઠા બનાવવા જરૂરી સામગ્રી: ૫-૬ નંગ બાફેલા બટાકા ૨ મોટી ચમચી ઝીણા સમારેલાં ધાણા ૨ મોટી ચમચી કાપેલો ફુદીનો ૧ મોટી ચમચી કાપેલું આદું ૧-૨ નંગ કાપેલું લીલું મરચું ૧ ચમચી ધાણાજીરૂ ૧ નાની ચમચી હાથમાં મસળેલો અજમો ૧/૨ ચમચી પાદરા સંચોરો ૧ ચમચી લાલ મરચું પાઉડર ૧ નાની ચમચી આમચૂર પાઉડર ૧ નાની ચમચી દળેલું જીરૂં સ્વાદ અનુસાર મીઠું ૧/૪ કપ ઝીણા સમારેલાં કાંદા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles