ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માથામાં તેલ લગાવ્યા વગર આ ૧૦ ટીપ્સથી તમારા વાળ ઘાટા બનાવો

    દરેક મહિલાઓ ઈચ્છતી હોય છે કે પોતાના વાળ ઘાટા અને મજબૂત બને આમ તેલ લગાવ્યા વિના આ 10 રીતે વાળને બનાવો ઘાટ્ટા અને મજબૂત ખાટ્ટુ દહીનો વાડમા ઉપયોગ કરવાની રીત 2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટ્ટુ દહીં અને લીંબુનો રસ મિક્ષ કરી લો. આનાથી સ્કેલ્પમાં મસાજ કરો. આ લગાવ્યા બાદ 30 મિનિટ બાદ ધોઈ લો.…

  • સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત

    ભજીયા એ દરેક  ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય છે .આમ  તો અલગ અલગ જાત નાઘણા બધા  ભજીયા બને પણ સુરતના આ કુમ્ભણીયા ભજીયા ખુબ જ  પ્રખ્યાત છે . આ ભજીયા ની સૌ પ્રથમ  શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે જ તેનું  નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું  સુરતના આ પ્રખ્યાત કુંભણીયા…

  • લસણની અલગ અલગ ચટણી બનાવવાની રીત

    શિયાળા લસણ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તો આજે ખુબ જ ટેસ્ટી અને વારંવાર ખાવાનું મન થાય એવી લસણની અલગ અલગ ચટણી બનાવીશું કોરી લસણની ચટણી બનાવવા જરૂરી સામગ્રી: ૧ વાટકી લસણ ની કળી ૧ ચમચી લાલ મરચું પાઉડર ૪-૫ નંગ સૂકા મરચાં ૨ ચમચી દાળિયા ની દાળ ૧ ચમચી ધાણાજીરૂ મીઠું પ્રમાણસર કોરી લસણની ચટણી બનાવવા માટેની રીત:  સૌ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles