ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વર્ષો જૂના દાદીમાના સમયના વસાણા બનાવો અને આખું વર્ષ તંદુરસ્ત રહો

    શિયાળાની શરૂઆત થી ગઈ છે એટલે ઠંડીમાં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે તેમજ શરીર ને ગરમ કરવા માટે ગરમ તાસીર હોય તેવા પદાર્થ ખાવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે અને શિયાળામાં થતા દુખાવાથી રાહત મળે છે આમ શિયાળામાં ખાય શકાય તેવા વસાણા ની રેસીપી નીચે આપેલી છે . શિયાળામાં ગુંદર પાક ખાવા…

  • ચાપડી શાક અને ઓરો અને રોટલા બનાવવાની રીત

    મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧ કપ મેથી ની ભાજી, ૨ ચમચી તલ, ૧ કપ ચણા નો લોટ, ૧ ચમચી હળદર મરચું ધાણાજીરુ, ૧/૨ ચમચી સોડા, મીઠું સ્વાદ મુજબ, શાક બનાવવા માટે જરૂરી સામગ્રી: ૨ ટામેટાં ૧ મોટું રિંગણુ ૧ બટાટુ ૧ વાટકી વલોળ ૧ નાની વાટકી વટાણા ૧ નાની વાટકી તુવેરનાં દાણા ૧ નાની વાટકી વાલ નાં દાણા ૧ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ ૧ ચમચી અજમો…

  • શિયાળાની સિઝનના સ્પેશીયલ પાકની રેસીપી, અડદિયા પાક, ખજુર પાક, ગુંદ પાક

    શિયાડાની ઠંડીમાં અલગ અલગ પાક ખાવાની મજા આવે છે જેમ કે ખજૂર પાક અંજીર પાક અડદિયા પાક ગુંદ પાક આ બધા પાક શિયાળામાં ખાવાથી ખૂબ જ શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી આવે છે આ બધા પાકમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે જે તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે તો આજે આપણે ઘરે બજાર જેવા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles