ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કેન્સર સામે લડવાની શક્તિ ધરાવતું આ ઔષધ કેન્સરની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકે છે

    કર્ણાટકના કોડાગુ જીલ્લામાં જોવા મળતી મોડડૂ સોપ્પુ વનસ્પતિમાં કેન્સર સામે લડતું ફાઇટો કેમિકલ્સ મળ્યું . એક આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનમાં મોડડૂ સોપ્પુ છોડમાં ફાઇટો કેમિકલ્સ જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો . આ નાના ઘાસ જેવા છોડમાંનું કેમિકલ કેન્સરની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકે છે વિજ્ઞાનની ભાષામાં આ અંગે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કમ્પ્યૂટેશનલ બાયોલોજી એન્ડ…

  • દાદીમાના 20 અક્સીર નુસખા દરેક બીમારીના ઈલાજ

    હેલ્થ ટિપ્સ :જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી , લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુઃખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે . ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે . કડવા લીમ્ડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી…

  • ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવાની રેસીપી નોંધી લો

    ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવા જરૂરી સામગ્રી 5 નંગ મિડિયમ સાઈઝ ના બટાકા 4 નંગ લાલ સુકા મરચાં 6 ‐- 7 કળી લસણ મીઠું, 1/2 ચમચી હળદર 1 ચમચી કશમિરિ મરચું 1 ચમચી ધાણા જીરું પાઉડર 1/2 ચમચી ગરમ મસાલો 2 ચમચા તેલ 1 ચમચો કટ કરેલા લીલા ધાણા 1/4 ચમચી હિગ પ્રથમ લાલ મરચા ને 1/2 કલાક ગરમ પાણી મા પલાળી લેવા.બટાકાને ધોઇને કુકરમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles