મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
મૂત્રમાર્ગથી પથરી કાઢવા મુસળીનો ઉપયોગ, હાર્ટ એટેક અને વધતા કોલેસ્ટ્રોલને અટકાવવા ખસખસનો ઉપયોગ
મુસળીના ભરપુર ફાયદા મૂત્રમાર્ગની પથરીમાં મુસળી ઉત્તમ પરિણામ આપે છે. પથરીની તકલીફવાળાએ મૂસળી અને ગોખરું સરખા ભાગે લેવા અને તેનું ચૂર્ણ બનાવી રાખવું સવાર – સાંજ બનાવેલ આ ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં દૂધ સાથે અથવા પાણી સાથે લેવું થોડાક જ દિવસમાં પથરી તૂટીને બહાર નીકળી જશે. તેમજ મૂસળી એ વાયુનો નાશ કરનાર પણ માનવામાં આવે…
વરાળીયુ શાક બનાવવા માટેની રીત અને આખા લસણના ગાઠીયાનું શાક
વરાળીયુ શાકની ચટણી બનાવવા માટે: ફોદીનો ૫૦, આદુ ૫૦, કોથમરી-૨૦૦ ગ્રામ, લીલી હળદર અને આંબા હળદર ૫૦, ૩ લીબુંનો રસ, લીલું લસણ ૫૦, સૂકું લસણ ૨૫, ગોળ ૧૦૦, શીગદાણા ૧૦૦, લીલા મરચાં ૧૦૦, લાલ(સૂકા નહી,લીલા) મરચાં ૧૦૦, આ બધી સામગ્રીને ભેગી કરવી અને ખાંડણીમાં નાખી વાટીને ચટણી બનાવવી. આ ચટણી મિક્સરમાં પણ બનાવી શકો છો.…
ઉપયોગમાં આવે તેવી ૭ મહત્વની ટીપ્સ
કાપેલા સફરજન થોડીકવાર રાખવાથી કાળા પડી જતા હોય છે પરંતુ કાપેલા સફરજન કાળા ન પડે એ માટે કાપેલા સફરજનમાં લીંબુના થોડા ટીંપા નાખવાથી કાપેલા સફરજનના ઉપરનો ભાગ કાળો નહી થાય અને તાજું રહેશે. બીજી ટીપ્સ છે કરમાય ગયેલ કોથમીરને કલાકમાં તાજી કરવા માટે કોથમીરની જુડી કરમાઈ ગઈ હોય તો કોથમીરની દાંડી તરફથી હુંફાળું ગરમ પાણી…
