મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આહારના મુખ્ય છ રસ વિષે દરેકે જાણવું ખુબ જરૂરી
આપણા માનવ શરીર માટે મહત્વના છ રસો: છ રસના નામ ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો. દોષો શમાવનાર – વાત.ગળ્યો, ખાટો, ખારો. પિત્ત…ગળ્યો, તુરો, કડવો. કફ….તુરો, તીખો, કડવો. દોષો કોપાવનાર – વાત…તુરો, તીખો, કડવો. પિત્ત… તીખો, ખાટો, ખારો. કફ….ગળ્યો, ખાટો, ખારો. મધુર રસ: છ રસ માંથી એક રસ છે મધુર રસ આ રસ ગળ્યો…
રસોઈ બનાવતા રસોઈનો સ્વાદ બગડી જાય તો ઉપયોગી ટીપ્સ
જે લોકોને રસોઈ બનાવવાનો ખુબ શોખ હોય તેના માટે રસોઈ બનાવવી એક ચપટીનું કામ છે. મોટાભાગે રસોઈ બનાવવાનો કંટાળો અને મોટી સમસ્યા એવી મહિલાને માટે થાય છે જે ક્યારેક ક્યારેક જ રસોઈ બનાવે છે. જે લોકો ક્યારેક ક્યારેક રસોઈ બનાવે છે તે મહિલાઓથી રસોઈ બનાવતી વખતે મોટાભાગે નાની-નાની ભૂલો થઈ જાય છે. આ ભૂલો એવી…
પંજાબી શાક રેસીપી: શાહી પનીર, હોટ ગાર્લિક પનીર, પંજાબી છોલે, કાજૂ કરી મસાલા
દરેક લોકોને પંજાબી શાક ખાવાનો ખુબ શોખ હોય છે અને વારંવાર બજારમાંથી શાક લઈ આવે છે પરંતુ હવે બજાર માંથી શાક લેવાની જરૂર નથી એકદમ બજાર જેવું જ શાક શાહી પનીર ઘરે બનાવવા માટે જરૂરી સામગ્રી : પાંચસો ગ્રામ પનીર, પાંચ નંગ ટામેટાં, બે નંગ લીલા મરચાં, એક ટુકડો આદુ, બે ચમચી ઘી અથવા તેલ,…
