મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
દરેક ગૃહિણીને કામમાં આવે તેવી મહત્વની ટીપ્સ
ગંદુ થયેલ કુકરને સાફ કરવા માટે મહત્વની ટીપ્સ: ડુંગળીનો રસ અને વિનેગર સરખા પ્રમાણમાં લઈ મિક્સ કરો અને પ્રેશર કૂકરને સારી રીતે વાયરથી ઘસો, આ ઉપાય કુકરને સંપૂર્ણપણે સાફ કરશે. પ્રેશર કૂકર ધોયા બાદ તેને બહાર તડકામાં રાખવું, જેથી તેમાં પાણીનો ડાઘ નહી રહે. ખૂબ સૂકાય ગયેલ પ્રેશર કૂકરની સપાટી પર વધુ પ્રમાણમાં બેકિંગ સોડા નાખો.…
સવારના નાસ્તામાં બનાવવા માટેની રેસીપી
દાળ પકવાન બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કપ ઘઉં અને 1 કપ મેંદા નો મિક્સ લોટ, મોણ માટે તેમજ તળવા માટે તેલ, મીઠું સ્વાદ અનુસાર દાળ પકવાનની દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી: દાળ બનાવા માટે, , ૧ કપ ચણા ની દાળ, ૩ કપ પાણી, ૧ ટી સ્પૂન ઘી, ૧/૨ ટી સ્પૂન જીરું, ૧ ટી સ્પૂન હિંગ, ૧/૨ ટી સ્પૂન હળદર. સ્વાદ…
આહારના મુખ્ય છ રસ વિષે દરેકે જાણવું ખુબ જરૂરી
આપણા માનવ શરીર માટે મહત્વના છ રસો: છ રસના નામ ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો. દોષો શમાવનાર – વાત.ગળ્યો, ખાટો, ખારો. પિત્ત…ગળ્યો, તુરો, કડવો. કફ….તુરો, તીખો, કડવો. દોષો કોપાવનાર – વાત…તુરો, તીખો, કડવો. પિત્ત… તીખો, ખાટો, ખારો. કફ….ગળ્યો, ખાટો, ખારો. મધુર રસ: છ રસ માંથી એક રસ છે મધુર રસ આ રસ ગળ્યો…
