ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો ફરાળી વાનગી

    સૌ કોઈને ઉપવાસ હોય એટલે શું ફરાળ બનાવો જેથી સરસ પેટ ભરાય જાય એવું દરેક મહિલા વિચારતી હોય છે હવે શ્રાવણ માસની શરૂઆત થાય છે એટલે અનેઅ ઉપવાસ કરવાના થતા હોય છે તમે અનેક ફરાળી વાનગીના નામ સાંભળ્યા હશે અને ખાધી પણ હશે, પણ તમે ફરાળી ભજીયાના નામ સાંભળ્યુ નહી હોય, તો આજે આપને શીખવાડીશ…

  • ફરસાણનો નાસ્તો બનાવવાની રીત

    ભાખરવડી ( કઠોળની ) બનાવવા માટે જરૂરી સામગ્રી: ભાખરવડીનું સ્ટફિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧૦૦ ગ્રામ ફણગાવેલા મગ, ૧૦૦ ગ્રામ ફણગાવેલા મઠ , ૧૦૦ ગ્રામ ફણગાવેલા ચોળા, ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ, ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ , ૧ ટેબલ સ્પુન તલ, ૧ ટેબલ સ્પુન સિંગદાણાનો ભૂકો, ૧/૨ ટી સ્પુન મરીનો ભૂકો, ૧/૨ ટી…

  • ઉપયોગમાં આવે તેવા ઘરગથ્થુ ઉપચાર ટિપ્સ અને અયોગ્ય ટિપ્સ

    સ્કિનની ખોવાયેલી ચમક મેળવો પાછી , અપનાવો આ ઘરેલું નુસખા તમારી સ્કિનની ખોવાયેલી ચમક પાછી મળશે ગરમીની સીઝનમાં ત્વચાનું દરેક લોકો વિશેષ ધ્યાન રાખવું પડે છે. આજના સમયમાં લોકો ખૂબસૂરત દેખાવા માટે મોંઘીદાટ પ્રોડક્ટ વાપરતા હોય છે . ગરમીની સિઝનમાં તેજ તડકો , ધૂલ , પ્રદુષણથી ત્વચા પોતાની ચમક ખોઈ બેસે છે . મહિલાઓ હંમેશા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles