મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આ આસન કરવાથી વજન ફટાફટ ઉતરશે
યોગ કરવા માટે સૌથી સારો સમય સવારનો છે કારણ કે આ સમયે મન શાંત હોય છે . યોગ કરવાની જગ્યા શાંત , સ્વચ્છ હોવી જોઇએ વજન ઘટાડવામાં મદદ કરે સૂર્યમુદ્રાસન ગ માનસિક અને શારીરિક હેલ્થ જાળવવામાં બહુ મદદ કરે છે . ‘ યોગનાં દરેક આસનનું આગવું મહત્ત્વ છે અને તમારી જરૂરિયાત પ્રમાણે નિયમિત રીતે યોગ્ય…
એસીડીટી, કબજીયાત, અનિદ્રા માટેનો દેશી ઘરગથ્થુ ઉપચાર
એસીડીટી દ્રાક્ષ અને બાલ હરડે સરખે ભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપીયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે . ગંઠોડા અને સાકરનું ચુર્ણ લેવાથી તથા સુંઠ ખડી સાકર અને આમળાનું ચુર્ણ લેવાથી એસીડીટી મટે છે . અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરે જમતા પહેલાના અડધા કલાક…
ઉપયોગમાં આવે તેવી 24 ઘરગથ્થું ટીપ્સ
ચાંદીના ઘરેણા ચમકાવવા માટે, એકવાર વપરાય ગયેલ તેલમાં વાસ આવે છે તો વાસ દુર કરવાનો ઉપાય, મીણબતી વધારે સમય સુધી ચાલે અને બુઝાય નહિ એ માટે, અડધા લીંબુના ફાળાને રાખી મુકવા માટે, નાળીયેર માંથી ટોપરું બહાર કાઢવામાં ખુબ માથાકૂટ થાય છે (1) ઘીને લાંબા સમય સુધી તાજું રાખવા માટે ઘીની બરણીમાં નાગરવેલનું પાન મૂકવાથી ઘી…
