ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉપયોગમાં આવે તેવી ૨૦ ઘરગથ્થું ટીપ્સ

    ….૧ ) રાયતું સ્વાદિષ્ટ બનાવવા માટે રાયતું બનાવતી વખતે તેમાં એક ચમચો ક્રીમ કે મલાઈ નાખવાથી રાયતું વધારે સ્વાદિષ્ટ બનશે . ૨ ) દાલ ભાતની દાળ બાફતી વખતે અથવા કોઈ પણ દાળ બાફતી વખતે તેમાં હળદળ નાખવાથી તેનો સ્વાદ અધિક વધી જશે. અને તેમાં થોડું તેલ નાખવાથી દાળ ઉભરાવાની સમસ્યા રહેતી નથી. (૩)  ઢોસા કે…

  • ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ

    (1) પીવાનું પાણી ચોમાસું આવતા પાણી ખુબ ડોળ આવે છે અને પાણીને પીવાના પાણીમાં ફટકડીની પાંચ ચક્કર ફેરવવાથી પાણીનો ડોળ નીચે બેસી જશે ને પાણી શુદ્ધ થઈ જશે આ પાણી પીવામાં ઉપયોગ કરી શકશો……… (2) મીઠાઈને સુગંધીદાર બનાવવા માટે  મીઠાઈ ઠંડી થાય એ પછી જ એલચી કે અન્ય કોઈ પણ સુગંધીદાર પદાર્થ એમાં ભેળવો ……….…

  • ઉપયોગમાં આવે તેવી ૧૩ ઘરગથ્થું રસોઈ ટીપ્સ

    ઉપયોગમાં આવે તેવી ૧૩ ઘરગથ્થું રસોઈ ટીપ્સ , ઘરે બનાવેલ કેકનો કલર સારો આવે એ માટે, આ રીતથી ફક્ત બે કલાકમાં દહીં જામી જશે. ગરમીની સિઝનમાં કીડીનો ત્રાસ ખુબ વધી જાય છે, ભજીયામાં તેલ ચડી જાય છે તેલ ન ચડે એ માટે (1) બટાકા જલ્દી બગડતા અટકાવવા અને લાંબા સમય સુધી તાજા રાખવા આ વાતનું…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles