ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક મહિના કિચન કિંગ બનાવશે આ કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ

    શાકમાં વધારે પાણી પડી જાય તો શું કરવું? : શાકમાં વધારે પાણી પડી ગયા હોય તો તેને ગેસ પર ચઢાવીને ઉકાળી લો અને વધારાનું પાણી બાષ્પીભવન થવામાં લાગશે . અધકચરું બાફેલું બટેટા અથવા મકાઈના લોટનો પેસ્ટ ઉમેરવાથી પણ પાણીની માત્રા ઓછી થાય છે. શાકમાં વધારે ચટણી પડી જાય તો શું કરવું? : વધારાની ચટણીમાં થોડું…

  • ચોમાસામાં દરેકને કામમાં આવે તેવી સરસ ઘર ગથ્થુ tips અજમાવી જુઓ

    ચોમાસામાં વસ્તુ હવાઈ જતી અટકાવવા માટેની ટીપ્સ અગાસીની છતમાં પાણી લીકેજ થાય છે અને દીવાલમાં ભેજ લાગે છે તો ભેજ દૂર કરવા શું કરવું દિવાલમાં ભેજ આવવો એ એક સર્વસામાન્ય સમસ્યા છે. ચોમાસા દરમિયાન ઘણાં સ્વતંત્ર ઘરમાલિકોએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ આ સમસ્યાનો ઉકેલ લાવી દેવો જરૂરી…

  • મહિલાઓને રસોડામાં કામ સરળ બનાવે તેવા અલગ અલગ ખીરુ બનાવવાની રીત વાંચો અને શેર કરો

    ઈડલીનું ખીરું બનાવવા માટેની રીત સામગ્રી: 2 કપ ઈડલી ચોખા , 1 કપ ઉડદ દાળ , 1 ચમચી મેથીના દાણા , મીઠું સ્વાદ પ્રમાણ , પાણી ઈડલીનું ખીરું બનાવવા માટેની રીત : ઢોસા માટેનું ખીરું બનાવવા જરૂરી સામગ્રી: 2 કપ ચોખા, 1 કપ ઉડદ દાળ, 1/2 કપ તુવેર દાળ ,1/2 ચમચી મેથીના દાણા ,મીઠું સ્વાદ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles